ગુજરાતના પૂર્વ સૈનિકોને મોટી રાહત: હવે હેલ્થ પરમિટ વિના મળશે દારૂ...
આપણું ગુજરાત

ગુજરાતના પૂર્વ સૈનિકોને મોટી રાહત: હવે હેલ્થ પરમિટ વિના મળશે દારૂ…

અમદાવાદ: રાજ્યના પૂર્વ સૈનિકોને હવે હેલ્થ પરમિટ વગર દારૂ મળશે. અત્યાર સુધી ગુજરાતના પૂર્વ સૈનિકોને આરોગ્યના કારણોસર દારૂનો પરમિટ મેળવવા માટે મેડિકલ ચેક-અપ કરાવવું પડતું હતું. વારંવારની રજૂઆતો પછી, કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે આખરે તેમને રાહત આપી હતીઆ ઉપરાંત હવેથી, ગુજરાતના પૂર્વ સૈનિકોને હેલ્થ પરમિટ વિના જ દારૂનો ક્વોટા મળશે. તેમજ રાજ્યોની જેમ તેમની વિધવાઓને પણ 50 ટકા ક્વોટા મેળવવાનો અધિકાર મળશે.

એક્સ-સર્વિસમેન સર્વિસ ફાઉન્ડેશનના પ્રમુખ જીતેન્દ્ર નિમાવતે જણાવ્યું હતું કે, આ લાંબા સમયથી પડતર માંગ હતી. 2022 માં, રાજ્યના બે-ત્રણ જિલ્લાઓને આ છૂટ આપવામાં આવી હતી, પરંતુ હવે તે સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવી હતી.

હાલમાં, ફરજ પરના સંરક્ષણ અધિકારીઓ અને સ્ટાફને તેમના રેન્ક અને જરૂરિયાત મુજબ તેમના હેડક્વાર્ટર તરફથી સીધો દારૂનો ક્વોટા મળે છે. પરંતુ ગુજરાતમાં નિવૃત્ત સૈનિકોને ફરજિયાતપણે હેલ્થ પરમિટ લેવી પડતી હતી. એટલું જ નહીં, પૂર્વ સૈનિકોની વિધવાઓને પણ કોઈ ક્વોટા આપવામાં આવતો ન હતો.

સૂત્રોએ જણાવ્યું કે, હેલ્થ પરમિટના નિયમને કારણે, પૂર્વ સૈનિકોને ટેક્સ સાથે ઊંચા ભાવે દારૂ ખરીદવા માટે મજબૂર થવું પડતું હતું. સતત પ્રયત્નો પછી, સંરક્ષણ મંત્રાલયે હવે ગુજરાતના પૂર્વ સૈનિકો માટે હેલ્થ પરમિટ વિના દારૂના ક્વોટાને મંજૂરી આપી દીધી હતી. વિધવાઓને પણ 50 ટકા ક્વોટા મળશે.

આ ઉપરાંત સૂત્રોએ કહ્યું કે, અન્ય રાજ્યોની સરખામણીમાં દારૂના ક્વોટાની ફાળવણીમાં ઘણી વિસંગતતાઓ હતી. અમે સતત રજૂઆતો કરી રહ્યા હતા. થોડા દિવસો પહેલા, સંરક્ષણ મંત્રાલયે આ ફેરફારને મંજૂરી આપી દીધી હતી. ઘણા પૂર્વ સૈનિકો હવે આ લાભ લેવા માટે ફોર્મ ભરી રહ્યા છે.

આ પણ વાંચો…તમારી આ આદત દારૂ પીવા જેટલી જ છે ખરાબ, ધીરે ધીરે મગજ અને જીવનને કરે છે ખોખલું…

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button