New RTO Office Launched in Tharad, Banaskantha District

Gujarat: રાજસ્થાન ભલે ફરવા ગયા, પણ ગુજરાતમાં આવતા પહેલા ચેતી જજો

ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો (Banaskantha District) રાજસ્થાન સરહદ (Rajasthan Border) પર આવેલો છે. વેકેશન (Vacation) દરમિયાન પ્રવાસીઓ મોટી સંખ્યામાં રાજસ્થાનના પ્રવાસન (Rajasthan Tourism) સ્થળની મુલાકાત કરીને પરત ફરતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ સતર્ક બની છે. જિલ્લાને અડીને આવેલા સરહદી વિસ્તારની ચેક પોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

જિલ્લમાં આવેલી તમામ સરહદો પર કડક ચેકિંગ
ગુજરાતમાં નશીલા પદાર્થ સહિત વિદેશી દારૂ ઘુસાડવામાં ન આવે તે હેતુથી બનાસકાંઠા પોલીસ સતર્ક બનીને સરહદ પર ચેકીંગ હાથ ધર્યું છે. જિલ્લામાં આવેલી તમામ સરહદો પર જેમકે અંબાજી, આબુ , અમીરગઢ સહિત જેસલમેર તરફના માર્ગો પર આવનાર વાહનો પર નજર રાખી જિલ્લાની પોલીસ અડગ જોવા મળી રહી છે. રાજસ્થાન તરફથી આવનાર તમામ વાહનોનું ચેકીંગ કરી વાહનને જવા દેવામાં આવી રહ્યા છે. તેમજ આવનાર તમામ વાહનોના નામ વાહન નંબર માલિકનું નામ સહિત નોંધ રાખવામાં આવી રહી છે.

પોલીસ દ્વારા રાજેસ્થાન તરફથી આવતા અલગ અલગ વાહનોનું ચુસ્તપણે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હોવાનું જોવા મળ્યું છે. હાલ જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ એક પણ વાહન વિદેશી દારૂ લઇ ગુજરાતમાં ન ઘૂસે તેની પોલીસ દ્વારા ચુસ્તપણે અમલવારી કરવામાં આવી રહી હોવાનું જોવા મળ્યું છે.

સંબંધિત લેખો

Back to top button