આપણું ગુજરાત

ઉર્જા ઉત્પાદનની ભવિષ્યની માંગોને પહોંચી વળવા GETCO કરશે 1 લાખ કરોડનું રોકાણ

ગાંધીનગર: ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન (GETCO)ગુજરાતમાં વધારાના ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે આગામી 8 થી 10 વર્ષમાં 1 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહી છે. રાજ્યમાં વધી રહેલી પુનઃ પ્રાપ્ય ઉર્જા ક્ષમતાને પુરવઠામાં રૂપાંતર કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય બિનપરંપરાગત અને નવીન ઉર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર હાલ ગુજરાત પાસે 11,823 મેગાવોટ પવન ઉર્જા ઉત્પાદન ક્ષમતા અને 13,545 મેગાવોટ સૌર ઉર્જા ઉતપાદનની ક્ષમતા છે. બંને મળીને કુલ 25,368 મેગાવોટ જેટલું ઉત્પાદન માત્ર પુનઃ પ્રાપ્ય ઉર્જા ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે.

આ પણ વાંચો: વેસ્ટ ટુ એનર્જી: ગુજરાત સરકારની આ પોલિસી શું છે?

GETCOના મેનેજિંગ ડિરેક્ટર ઉપેન્દ્ર પાંડેએ જણાવ્યું હતું કે ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ આટલું મોટું રોકાણ કરવાનો હેતુ રાજ્યમાં વધી રહેલી વીજ જરૂરિયાતને પહોંચી વળવા માટે વર્તમાન વીજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પૂરક બનાવવાનો છે. હાલમાં રાજ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે લગભગ 4000 જેટલું મૂડી રોકાણ કરી રહી છે. આવનાર 10 વર્ષના રોકાણ મારફતે અમે 100 નવા સબ સ્ટેશનો ઊભા કરીશું. જેમાંથી 850 જેટલા 66 kv હશે, 150 જેટલા EHVs 200 kv, 400 kv અને 765 kv હશે.

આ રોકાણમાં મુખ્યત્વે ચાર ભાગો પર ધ્યાન આપવામાં આવશે : 1. 2027 સુધીમાં ખેડૂતોને દિવસના સમયે વીજ પુરવઠો આપવો 2. કુલ ટ્રાન્સફર ક્ષમતા અને ઉપલબ્ધ ટ્રાન્સફર ક્ષમતામાં વધારો કરવો 3. 2020 સુધીમાં 100 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનું અપેક્ષિત એકીકરણ અને 2030 સુધીમાં માંગને પહોંચી વળવું.

આ પણ વાંચો: Good News: બુલેટ ટ્રેનના ડેપોમાં સોલાર એનર્જીનો ઉપયોગ કરાશે

સ્ત્રોત પાસેથી મળતી માહિતી અનુસાર આગામી સમયમાં ખેતીને લગતી કિસાન સૂર્યોદય યોજનાના અમલ પછી આ માંગ 8 ગીગાવોટ છે ત્યાંથી વધીને 14 ગીગાવોટ સુધી પહોંચી જશે. હાલ તમિલનાડુ પવન અને સૌર ઉર્જા ઉત્પાદનમાં ખૂબ જ આગળ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button