આપણું ગુજરાત

Gujarat માં કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના 97 ટકા ખેડૂતોને દિવસે વીજળી મળી…

ગાંધીનગર : ગુજરાતના(Gujarat)ખેડૂતોને દિવસે વીજળી મળવા અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં ઊર્જા પ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યના ૯૭ ટકા ગામોને દિવસે વીજળી મળતી થઈ છે. જ્યારે બાકી રહેલા ત્રણ ટકા વિસ્તારોમાં કે જેમાં બનાસકાંઠા,દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લાના જમીન અને કાયદાકીય પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. આ કામગીરી ટુંક સમયમાં જ પૂર્ણ કરી ખેડૂતોને વીજળી અપાશે. આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લામાં ખેતીવાડી વીજ જોડાણ ધરાવતા કુલ 846 ગામડાઓ છે. જેના 42,670 ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવી રહી છે.

ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ

ઊર્જાપ્રધાને વધુમાં જણાવ્યું કે ખેડૂતોને રાત્રિના સમયે વીજ પુરવઠો આપવાના કારણે જાનવરોનો ભય, શિયાળાની કડકડતી ઠંડી અને રાત ઉજાગરામાંથી રાહત આપવા માટે રાજ્ય સરકારે નક્કર પગલાં તરીકે ‘કિસાન સૂર્યોદય યોજના’ અમલમાં મૂકી છે. જેના પરિણામે ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ છે અને તેનો ફાયદો ખેડૂતોને સામાજિક અને કુટુંબ જીવનમાં પણ થયો છે.

આ પણ વાંચો : Gujarat માં વીજગ્રાહકોને ૨૦૨૪ માં કેટલા કરોડ રૂપિયાની રાહત આપવામાં આવી? જાણો વિગત…

મહત્તમ વીજમાગ 10,107 મેગાવોટ નોંધાઈ

રાજ્યમાં ખેતીવાડી વીજ વપરાશમાં ઉત્તરોત્તર વધારા અંગેની માહિતી આપતાં પ્રધાને કહ્યું હતું કે, વર્ષ 2021-22 માં 2388 કરોડ યુનિટ, વર્ષ 2022-23 દરમિયાન 2599 કરોડ યુનિટ, વર્ષ 2023-24 માં 2630 કરોડ યુનિટ તેમજ વર્ષ 2024-25 માં જાન્યુઆરી-2025 સુધીમાં 2016 કરોડ યુનિટ વીજ વપરાશ થયો છે. જ્યારે જાન્યુઆરી-2025 માં મહત્તમ વીજમાગ 10,107 મેગાવોટ નોંધાઈ છે. આમ છતાં મોટાભાગના ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button