આપણું ગુજરાતટોપ ન્યૂઝમહેસાણા

ગુજરાતમાં Unjha એપીએમસીની આજે ચૂંટણી, ભાજપના જ બે જૂથો આમને સામને

અમદાવાદ : ગુજરાતની ઊંઝા(Unjha) એપીએમસીમાં સત્તા કબજે કરવા માટે આજે ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં ભાજપ એપીએમસીમાં ચૂંટણીમાં બળવો ખાળવામાં સફળ ન રહેતા ભાજપના જ બે જૂથો આમને સામને આવ્યા છે. જેથી ખેડૂત વિભાગની 10 બેઠકોની ચૂંટણીમાં 15 ઉમેદવાર મેદાને છે. જ્યારે વેપારી વિભાગની 4 બેઠકોની ચૂંટણીમાં 16 ઉમેદવાર મેદાને છે.

14 બેઠકો માટે 1063 નોંધાયેલા મતદારો
જેમાં ધારાસભ્ય કિરીટ પટેલ અને એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલનું જૂથ આમને સામને છે. રસાકસી ભરેલી ચૂંટણીમાં અજ્ઞાત સ્થળે લઈ જવાયેલા મતદારોને સીધા મતદાન મથકે લવાયા છે. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 260 મતદારો નોંધાયા છે. જ્યારે વેપારી વિભાગની 4 બેઠકો માટે 803 મતદારો નોંધાયેલા છે. કુલ 14 બેઠકો માટે 1063 મતદારો નોંધાયેલા છે. આજે યોજાનાર ચૂંટણીની મતગણતરી આવતીકાલે હાથ ધરાશે.

માર્કેટયાર્ડમાં મતદાન પ્રક્રિયા શરુ
વેપારી વિભાગની 4 અને ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 36 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. ભાજપે વેપારી અને ખેડૂત વિભાગમાં મેન્ડેટ આપવામાં આવ્યો છે. માર્કેટયાર્ડમાં આજે સવારે 9 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરુ થઇ છે.

17 તારીખે પરિણામ જાહેર કરાશે
ખેડૂત વિભાગના 10 ઉમેદવારો માટે 261 મતદારો, વેપારી વિભાગમાં 16 ઉમેદવારોનું 805 મતદારો ભાવી નક્કી કરશે. આ 14 બેઠક માટે 1066 મતદારો મતદાન કરશે. આ ચૂંટણીમાં વેપારી વિભાગમાં બે બુથ અને ખેડૂત વિભાગમાં એક બુથ બનાવવામાં આવ્યું છે. 3 બુથમાં 15 અધિકારીઓ અને 5 રિઝર્વ અધિકારીઓને ફરજ સોંપવામાં આવી છે. જયારે મતગણતરી 17 ડિસેમ્બરના રોજ યોજાવાની છે. જેમાં 20 અધિકારીઓને ફરજ સોંપવામાં આવેલ છે.

આ પણ વાંચો…Gujaratમાં વધી શીત લહેરની અસર, હવામાન વિભાગે કરી આ આગાહી

પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો
ઊંઝા માર્કેટયાર્ડની ચૂંટણીને લઈને ભારે રસાકસીભર્યો માહોલ જામ્યો છે. એપીએમસી ની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પુરી થાય તે માટે થઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં પૂરતી સંખ્યામાં પોલીસ સ્ટાફ સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button