Gujarat Election 2024 ગુજરાતમાં 1 વાગ્યા સુધી સરેરાશ 40 ટકા મતદાન : વલસાડ અને બનાસકાંઠા બેઠક પર સર્વોચ્ચ મતદાન

ગાંધીનગર : ગુજરાત સહિત દેશના ઘણા રાજયમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. 10 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 93 બેઠક માટે ત્રીજા તબક્કાનું મતદાન થશે. ગુજરાતની પણ 26માંથી 25 બેઠકો પર મતદાન થશે. સુરતની સીટ બિનહરીફ જાહેર થતા હવે કુલ 26માંથી 25 બેઠકો પર મતદાન થશે. પહેલાં તબક્કામાં 66.14 ટકા મતદાન અને બીજા તબક્કામાં 66.71 ટકા મતદાન થયું છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કેટલું મતદાન ?
ગુજરાતમાં બપોરના 1 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 37.83 % મતદાન થયું છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠા અને વલસાડમાં બેઠક પર 45 % થી પણ વધુ મતદાન થયું છે .
અત્યાર સુધીમાં થયેલ મતદાનની વાત કરવામાં આવે તો ભરુચ બેઠક પર 43.12 ટકા અને છોટા ઉદેપુર બેઠક પર 42.65 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે પોરબંદર પર સૌથી ઓછું મતદાન 30. 80 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે અમરેલીમાં પણ 31.48 ટકા મતદાન થયું છે.
અમદાવાદમાં મતદાનનું પ્રમાણ ઘણું ઓછું રહ્યું છે, અમદાવાદ પૂર્વમાં 34.36 ટકા અને અમદાવાદ પશ્ચિમ પર 33.28 ટકા મતદાન નોંધાયું છે. , વડોદરામાં 38.39 ટકા, ગાંધીનગરમાં 39.23 ટકા મતદાન, નવસારી 38.10 ટકા મતદાન થયું છે.
સૌરાષ્ટ્રમાં મતદાનની વાત કરવામાં આવે તો રાજકોટ બેઠક પર 37.42 ટકા, જામનગરમાં 34.61 ટકા, જૂનાગઢમાં 36.11 ટકા, ભાવનગરમાં 33.26 ટકા, મતદાન નોંધાયું છે.
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા બેઠક પર 45.89 ટકા, સાબરકાંઠામાં 41.29 ટકા, પાટણમાં 36.58 ટકા તો મહેસાણામાં 37.39 ટકા મતદાન નોંધાયું છે.
મધ્ય ગુજરાતમાં મતદાનનું પ્રમાણ જોવામાં આવે તો આણંદમાં 41.78 ટકા, દાહોદમાં 39.79 ટકા, પંચમહાલમાં 36. 47 ટકા, વડોદરામાં 38.39 ટકા, ગાંધીનગરમાં 39.23 ટકા મતદાન નોંધાયું છે.
દક્ષિણ ગુજરાતમાં બારડોલીમાં 41.67 ટકા મતદાન, નવસારી 38.10 ટકા, ભરુચ બેઠક પર 43.12 ટકા અને છોટા ઉદેપુર બેઠક પર 42.65 ટકા મતદાન નોંધાયું છે.