આ તારીખથી ગુજરાતની શાળાઓમાં Diwali વેકેશન, શિક્ષણ વિભાગે જાહેરાત

અમદાવાદઃ દિવાળીના તહેવારોને શરૂ થવામાં હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ગુજરાતના શિક્ષણ વિભાગે (Gujarat education department) રાજ્યની પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં દિવાળી વેકેશન(Diwali Vacation)ની જાહેરાત કરી દીધી છે, કુલ 21 દિવસ સુધી દિવાળીનું વેકેશન રહેશે.
28મી ઓક્ટોબરથી 17મી નવેમ્બર સુધી દિવાળી વેકેશન
આ મામલે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગને પણ પરિપત્ર આપીને જાણ કરી દેવામાં આવી છે અને સાથે જ તમામ શિક્ષણાધિકારીઓ તથા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને પણ વિભાગ દ્વારા પરિપત્ર મોકલીને જાણ કરવામાં આવી છે. રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા શૈક્ષણિક કેલેન્ડર મુજબ દિવાળી વેકેશન 28મી ઓક્ટોબરથી શરૂ થશે અને 17મી નવેમ્બર સુધી ચાલુ રહેશે, કુલ 21 દિવસ સુધી દિવાળીનું વેકેશન રહેશે.
શિક્ષણ બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો:
આ સાથે જ રાજ્યના શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જે મુજબ આગામી 27મી ફેબ્રુઆરી 2025થી બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે અને 13મી માર્ચ 2025 સુધી બોર્ડની પરીક્ષાઓ ચાલશે. ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSHSEB) દ્વારા આ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો.
Also Read –