આપણું ગુજરાત

ગુજરાત શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય: હવે શાળાઓની તમામ કામગીરી ‘ઈ-સરકાર’ પોર્ટલ પર થશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કમિશનર શાળાઓની કચેરી દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે કે હવેથી કચેરીની તમામ ફાઈલોની કાર્યવાહી માત્ર ‘ઈ-સરકાર’ પોર્ટલ મારફતે જ કરવાની રહેશે. ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, તા. ૧૫ જાન્યુઆરી ૨૦૨૬ બાદ કોઈપણ પ્રકારની ફાઈલ કે પત્ર હાર્ડકોપીમાં સ્વીકારવામાં આવશે નહીં.

આ નવા આદેશ મુજબ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે થતી તમામ કામગીરી હવે ડિજિટલ માધ્યમથી જ કરવાની રહેશે. જોકે, સર્વિસ બુક અને તબીબી બિલ જેવી મહત્વની ફાઈલોને અત્યારે હાર્ડકોપીમાં રાખવાની છૂટ આપવામાં આવી હતી, પરંતુ તે સિવાયના તમામ પત્રવ્યવહાર ફરજિયાતપણે ઈ-સરકાર એપ્લિકેશન દ્વારા જ મોકલવાના રહેશે.

જિલ્લા શિક્ષણાધિકારીઓને ચેતવણી આપવામાં આવી છે કે, જો કોઈ પણ કચેરીમાં ફાઈલની કાર્યવાહી હાર્ડકોપીમાં કરવામાં આવશે, તો જવાબદાર અધિકારી સામે શિસ્તભંગના પગલાં લેવા માટે રાજ્ય સરકારને ભલામણ કરવામાં આવશે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button