આપણું ગુજરાતટોપ ન્યૂઝ

શૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાના બદલે ઉમેરી શકાશે માતાનું નામ; બોર્ડના વિશેષ નિયમમાં સુધારો…

અમદાવાદ: ગુજરાત સરકારની મંજૂરી મળ્યા બાદ હવે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વિશેષ નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે તેમજ નવી જોગવાઈઓ પણ દાખલ કરવામાં આવી છે. શિક્ષણ બોર્ડ દ્વારા ઉમેરવામાં આવેલી નવી જોગવાઈ અનુસાર શૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાના નામની જગ્યાએ માતાનું નામ ઉમેરી શકાશે. જિલ્લા શિક્ષણાધિકારી સિવિલ કોર્ટના આદેશો અને ગેઝેટ સહિતના પુરાવાના આધારે સુધારા કરી શકે છે.

ગયા મહિને સરકારે આપી મંજૂરી
પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત શિક્ષણ બોર્ડે ઓગસ્ટ 2022માં શિક્ષણ વિભાગને એક પત્ર લખીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ નિયમનો-1974 માં નવી જોગવાઈ ઉમેરવા અને સુધારો કરવા અંગે પ્રસ્તાવ મૂક્યો હતો. શિક્ષણ બોર્ડનાં આ પ્રસ્તાવ પર દોઢ વર્ષ બાદ ધ્યાન આપવામાં આવ્યું અને રાજ્ય સરકારે ગયા મહિને નિયમોમાં સુધારા અંગે ઠરાવ પસાર કરીને મંજૂરી આપી હતી.

બોર્ડે બે નવી જોગવાઈઓ ઉમેરી
સરકારની મંજૂરી મળ્યા બાદ બોર્ડે બે નવી જોગવાઈઓ ઉમેરી છે અને ટ્રાન્સફરમાં પણ સુધારા કર્યા છે. જેમાં પિતાના નામની જગ્યાએ માતાનું નામ લખવું હોય તો અને છુટાછેડા કે પતિના મૃત્યુના કિસ્સામાં, જિલ્લા શિક્ષણાધિકારી સિવિલ કોર્ટના આદેશ અને ગેઝેટમાં નામ નોંધાયા હોવાના પુરાવા સાથે અન્ય સહાયક પુરાવા રજૂ કરીને સુધારો કરી શકે છે.

આપણ વાંચો: ગુજરાતમાં મહિલાઓ હવે નાઈટ શિફ્ટમાં પણ કરી શકશે કામ, કાયદામાં થશે સુધારો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button