ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ના ગણિત વિષય અને ધોરણ-11માં પ્રવેશ માટે મહત્વપુર્ણ જાહેરાત

ગાંધીનગરઃ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ના ગણિત વિષય અને ધોરણ-11માં પ્રવેશ માટે એક મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવે ધોરણ 10માં બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત હશે. આ સિવાય ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ એ,બી અને ગ્રુપ એબી અથવા સામાન્ય પ્રવાહમાં પણ પ્રવેશ મળી શકશે. વિદ્યાર્થીઓને 2024-25 શૈક્ષણિક સત્રથી આ નિર્ણયનો લાભ મળશે.
Read more: Flower price in Ahmedabad: અમદાવાદમાં તહેવારોની સીઝન પહેલા ફુલોની મહેક મોંઘી થઈ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓમાં શૈક્ષણિક વર્ષ-2021-22 થી ધોરણ 10 ની જાહેર પરિક્ષામાં ગણિત વિષયમાં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત એમ બે પ્રકારના વિકલ્પ આપવામાં આવશે, શિક્ષણ વિભાગે કેટલી શરતોમાં સુધારો કર્યો હતો.
Read more: Gujarat Weather: આજે રાજ્યના આ વિસ્તારોમાં પવન સાથે વરસાદની આગાહી
વર્તમાન જોગવાઈઓ મુજબ જે વિદ્યાર્થીઓ ધોરણ-10માં સ્ટાર્ડર્ડ ગણિતનો વિકલ્પ પસંદ કરશે તો તેઓ ધોરણ-11માં વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવહામાં પ્રવેશનો લાભ લઈ શકશે. સુધારેલી જોગવાઈઓમાં જે વિદ્યાર્થીઓ ધો.10માં સ્ટાર્ડડ અથવા બેઝિક ગણિત વિષય સાથે પાસ થયા છે, તેઓને ત્રણ વિકલ્પો અપાયા છે, જેમાં તેઓ ધો.11માં વિજ્ઞાન પ્રવાહ ગૃપ-એ અથવા ગૃપ-બી અથવા ગૃપ-એબીમાં પ્રવેશનો લાભ લઈ શકશે અથવા તો તેઓ ધોરણ 11 સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે.