આપણું ગુજરાત

ધો.10-12ની પરીક્ષા ફી વધારાથી ગુજરાત શિક્ષણ બૉર્ડ આટલું કમાશે

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની ફીમાં અંદાજે 10 ટકા જેટલો વધારો જાહેર કર્યો છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ફી વધારાથી ધોરણ 10 અને 12માં અંદાજે રૂ. 3.45 કરોડ જેટલી વધુ આવક થશે. ગત વર્ષની બોર્ડની પરીક્ષામાં નોંધાયેલ વિદ્યાર્થી સંખ્યાના આધારે સૌથી વધુ ધોરણ 10માં રૂ. 1.65 કરોડ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં રૂ. 1.43 કરોડ અને ધોરણ 12 સાયન્સમાં રૂ. 36.76 લાખ જેટલી વધુ ફીની આવક થશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય ગત વર્ષે માર્ચ-2023માં લેવાયેલી બોર્ડની પરીક્ષામાં નોંધાયેલા વિદ્યાર્થીઓના અંદાજ મુજબ ધોરણ 10ની વાત કરવામાં આવે તો નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા 4,02,663 નોંધાઈ હતી. નિયમિત વિદ્યાર્થીઓની ફીમાં બોર્ડ દ્વારા રૂ. 35નો વધારો કરાતાં હવે બોર્ડને વધુ રૂ. 1,40,93,205ની આવક થશે. આવી જ રીતે રિપીટર અને ખાનગી મળીને કુલ 1,20,890 વિદ્યાર્થી નોંધાયા હતા જેઓની ફીમાં સરેરાશ રૂ.20નો વધારો થયો છે, જે મુજબ કુલ 24,17,800 જેટલી વધુ ફી આવશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં નિયમિત વિદ્યાર્થી 2,55,247 નોંધાયા હતા જેની સામે રૂ.


50નો ફી વધારો કરાયો છે, જે મુજબ નિયમિત વિદ્યાર્થીઓની વધુ રૂ. 1,27,62,350 ફી બોર્ડને મળશે. આ સિવાય પુનરાવર્તિ, ખાનગી નિયમીત, ખાનગી પુરરાવર્તીત અને પૃથ્થક મળી કુલ 53,144 વિદ્યાર્થી નોંધાયા હતા જેઓની સરેરાશ ફીમાં રૂ. 30નો વધારો થતાં આ વિદ્યાર્થીઓની ફીમાં પણ બોર્ડને વધુ રૂ. 15,94,320 પ્રાપ્ત થશે. આવી જ રીતે ધોરણ 12 સાયન્સમાં કુલ નિયમિત વિદ્યાર્થી 61,269 નોંધાયા હતા. જેઓની ફીમાં રૂ. 60નો વધારો કરાયો છે. જેના આધારે બોર્ડને સાયન્સના નિયમિત વિદ્યાર્થીઓની ફીમાં રૂ. 36,76,140 વધુ પ્રાપ્ત થશે. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકશિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ.10 અને 12ની બોર્ડની પરીક્ષામાં માત્ર વિદ્યાર્થીઓની જ ફી લેવામાં આવે છે. વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગોને ફીમાં માફી આપવામાં આવેલી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button