Breaking News : ગુજરાતના ગીર-સોમનાથના તાલાલામાં Earthquake નો આંચકો, 3.2ની તીવ્રતા નોંધાઈ
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં સાંજે 6. 08 વાગે ભૂકંપનો(Earthquake) આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ છે. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી બે કિલોમીટર દૂર હતું.
ઉલ્લેખનીય છે આ પૂર્વે 18 નવેમ્બર 2024ના રોજ પણ કચ્છના અનેક વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.કચ્છમાં રાપર, ભચાઉ, ગાંધીધામ, વાગડ સહિત અન્ય વિસ્તારમાં ભૂકંપના આંચકા આવ્યા હતા.જેનું કેન્દ્ર બિંદુ કચ્છના રાપરથી લગભગ 26 કિલોમીટર દૂર હતું.
ભૂકંપ કેમ આવે છે ?
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે. જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે.
આ પણ વાંચો : ગુજરાતનું આરોગ્ય ભગવાન ભરોસેઃ હજારો લેબોરેટરી ગેરકાયદે ધમધમી રહી છે
રિક્ટર સ્કેલની મદદથી ભૂકંપના તરંગો માપવામાં આવે છે.
રિક્ટર મેગ્નિટયૂટ ટેસ્ટ સ્કેલની મદદથી ભૂકંપના તરંગો માપવામાં આવે છે. રિકટર સ્કેલમાં 1થી 9 સુધીની ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. આ માપદંડ વર્ષ 1935માં કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિક ચાલ્સ રિક્ટરે બેનો ગુટેનબર્ગની મદદથી શોધ્યો હતો.