આપણું ગુજરાત

હવે ગુજરાતમાં ઈ-ગ્રામ સેન્ટર પર 4 સરકારી યોજનાની બેન્કિંગ સેવાઓ ફ્રી!

અમદાવાદ: ગુજરાતમાં ’જન સુરક્ષા અભિયાન’ને પ્રોત્સાહન આપવા PM જનધન સહિત કેન્દ્રની ચાર યોજનાઓની બેન્કિંગ સેવાઓની કામગીરી ઇ-ગ્રામ સેન્ટર ખાતેથી વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવાનો રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી દ્વારા VCE ને મહેનતાણા તરીકે રૂ.૨૦/- ચૂકવવામાં આવશે.

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે આ અભિયાન હેઠળ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન ધન યોજના અંતર્ગત જે નાગરિકોના બેંક એકાઉન્ટ નથી તેઓના બેંક એકાઉન્ટ ખોલાવા તેમ જ નિષ્ક્રિય થઈ ગયેલા એકાઉન્ટમાં Re-KYC કરી ફરીથી ચાલુ કરવા તેમજ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને અટલ પેન્શન યોજના હેઠળ પાત્રતા ધરાવતા નાગરિકોનું નામાંકન કરાવવા જેવી સુવિધાઓ હવે ગ્રામીણ કક્ષાએ VCE દ્વારા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સેવા તા.૦૧ જૂલાઈથી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી ચાલુ રહેશે.

આ પણ વાંચો: ગુજરાતના દરેક ગામને મળશે હાઈ-સ્પીડ ઈન્ટરનેટ: ભારતનેટ ફેઝ-૩નો શુભારંભ, 5,631 કરોડના કરાર…

૧૪,૧૮૧ ગ્રામ પંચાયતો ખાતે કોમ્પ્યુટર ઉપલબ્ધ

ઉલ્લેખનીય છે કે ઈ-ગ્રામ વિશ્વગ્રામ અંતર્ગત ૧૪,૧૮૧ ગ્રામ પંચાયતો ખાતે કોમ્પ્યુટર અને તેને આનુષાંગિક સાધનસામગ્રી જરૂરી સોફટવેર સહિતના સાધનો પુરા પાડવામાં આવ્યા છે. ઈ-ગ્રામ પંચાયતો ખાતે પી.પી.પી મોડેલથી ગ્રામ કોમ્પ્યુટર સાહસિકો (વી.સી.ઈ) જોડાયેલા છે. ઈ-ગ્રામ પંચાયતો ખાતેથી વી.સી.ઈ દ્વારા વિવિધ G2C (ગર્વમેન્ટ ટુ સીટીઝન) અને B2C (બીઝનેસ ટુ સીટીઝન) ઓનલાઈન સેવાઓ ગામડાઓમાં પુરી પાડવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોજનામાં હાલ ૭/૧૨.૮/અ અને હક્કપત્રની નકલ, જન્મ-મરણના દાખલા, વિજળી-ગેસ કનેકશનના બીલ, આવકના દાખલા. રેશનકાર્ડમાં સુધારા-વધારા, વિવિધ ખેતપેદાશોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂત રજિસ્ટ્રેશન, પી.એમ. કિસાન સહાય યોજનાના ફોર્મ ભરવા, આધારકાર્ડ, આયુષ્યમાન કાર્ડ તેમજ ઇ-શ્રમ કાર્ડ જેવી ૩૨૫ જેટલી ગર્વમેન્ટ ટુ સિટિઝન તેમજ આધાર ઇનેબલ પેમેન્ટ મળી ટ્રાન્સફર, રિચાર્જ, ટ્રાવેલ ટિકીટ, ઈન્સ્યુરન્સ સેવાઓ, મ્યુચ્યુઅલ ફંડ જેવી ૭૫ જેટલી બીઝનેસ ટુ સીટીઝન સેવાઓ ઈ-ગ્રામ સેન્ટર ખાતેથી ગ્રામજનોને ડિજિટલ માધ્યમથી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button