આપણું ગુજરાત

આગામી 2 દિવસ ધૂળની ડમરીઓ સાથે ફૂંકાશે પવન; હવામાન વિભાગે કરી આગાહી…

અમદાવાદ: સમગ્ર રાજ્યમાં એપ્રિલ મહિનો આકરો તપી રહ્યો છે અને આકરી ગરમી પડી રહી છે. આ દરમિયાન હવામાન વિભાગે ગુજરાતમાં આગામી બે દિવસ માટે ધૂળની ડમરીઓ ફૂંકાવાની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત અને ઉતર ગુજરાતના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજકોટ અને કચ્છ સૌથી ગરમ શહેર
પ્રાપ્ત વિગતો અનુસાર હાલ સમગ્ર રાજ્યમાં આકરી ગરમી પડી રહી છે. ખાસ કરીને રાજકોટ અને કચ્છના કંડલામાં 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાનના પારા સાથે સૌથી ગરમ રહ્યા હતા. આ દરમિયાન હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાવાની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર 19મી એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર, કચ્છના તમામ જિલ્લાઓ તેમજ ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, આણંદ, પંચમહાલ જિલ્લામાં ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાવાની શક્યતા છે. તેમજ 20મીએ પણ આ જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત ત્યારબાદ 21મી એપ્રિલના રોજ રાજ્યમાં ગ્રીન એલર્ટ છે. પરંતુ 22મીથી 24મી સુધી રાજ્યનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

આપણ વાંચો : ગુજરાતમા આજે પણ હીટવેવની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા મળશે આંશિક રાહત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button