આપણું ગુજરાતપોરબંદર

“ગુજરાતને દરિયે ડ્રગ્સનાં મોજા” પોરબંદરથી ઝડપાયું 1700 કરોડની કિંમતનું ડ્રગ્સ; 8ની ધરપકડ…

પોરબંદર: ડ્રગ્સ માફિયાઓ માટે કચ્છ જાણે મુખ્ય ટ્રાન્સિસ્ટ પોઇન્ટ જેવું બની રહ્યું હોય તેમ આ સરહદી જિલ્લામાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયાની કિંમતના કેફી દ્રવ્યો સતત મળી રહ્યાં હોવાના સંખ્યાબંધ બનાવો વચ્ચે ગુરુવારની મધ્યરાત્રીના ભારત- પાકિસ્તાન વચ્ચેની સંવેદનશીલ સમુદ્રી સીમા પર દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને એક ઈરાની બોટમાંથી 700 કિલો માદક દ્રવ્ય મેથામ્ફેટામાઈનનો જંગી જથ્થો અને અને તેમાં સવાર થયેલા આઠ જેટલા ઈરાની ઘુસણખોરોને દબોચી લીધા છે.

આ પણ વાંચો : બોપલમાં MICAના વિદ્યાર્થીના હત્યા કેસમાં આરોપીનાં 10 દિવસનાં રિમાન્ડ મંજૂર

1700 કરોડ રૂપિયાબુ ડ્રગ્સ

સુરક્ષા એજન્સીઓએ પકડેલા મેથામ્ફેટામાઈનના આ જથ્થાનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે 1700 કરોડ રૂપિયા જેટલું આંકવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય ત્રાસવાદ વિરોધી દળના પ્રવક્તાએ આ અંગે આપેલી માહિતી મુજબ, એક શંકાસ્પદ બોટ મારફતે ભારતીય જળસીમામાં ડ્રગ્ઝનું મોટું કન્સાઈનમેન્ટ ઘુસાડવામાં આવી રહ્યું હોવા અંગે મળેલા ઈન્પુટના આધારે એટીએસ, નાર્કોટીક્સ કંટ્રોલ બ્યૂરૉ (એનસીબી) અને ભારતીય નૌકાદળે હાઈ સીમાં ‘સાગર મંથન- ૪’ કોડ એવા નામથી રાત્રીના અંધકાર વચ્ચે આ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.

આઠ ઈરાની નાગરિકોની ધરપકડ

આ આઠ ઈરાની નાગરિકો સાથેની શંકાસ્પદ બોટ ભારતીય જળસીમામાં દાખલ થયે અંતરીને ઝડપી લેવાઈ હતી.
એનસીબીના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ (ઓપરેશન્સ) જ્ઞાનેશ્વર સિંઘના જણાવ્યા અનુસાર પકડાયેલા શખ્સો પાસે તેમની નાગરિકતા સ્પષ્ટ કરે તેવા કોઈ દસ્તાવેજો નથી પરંતુ તેઓ પોતે ઈરાની હોવાનું જણાવી રહ્યાં છે. ડ્રગ્ઝનું આ કન્સાઈન્મેન્ટ ભારતમાં કોને ડિલિવર કરવાનું હતું અને તે ક્યાંથી મોકલાયું હતું તે અંગે જાણવા વિદેશની એજન્સીઓની મદદ લેવામાં આવશે.

આ પણ વાંચો : “હોમગાર્ડ જવાને Whatsapp મેસેજ આપ્યા તલાક….” મહિલાએ નોંધાવી ફરિયાદ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કર્યું ટ્વિટ

બોટ અને નાગરિકોને પોરબંદર ખાતે લઈ જવાયાં છે. આ મહત્વના ઓપરેશન અંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટ્વિટ કરીને ઓપરેશનમાં સામેલ એજન્સીઓને અભિનંદન આપી, સરકાર નશામુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વર્તમાન વર્ષે ઓપરેશન સાગર મંથન હેઠળ આ બીજું મહત્વનું ડ્રગ્ઝ કન્સાઈન્મેન્ટ ઝડપાયું છે. અગાઉના ત્રણ ઓપરેશનમાં ૩૪૦૦ કિલો ડ્રગ્ઝ, ૧૧ ઈરાની અને ૪ પાકિસ્તાની ડ્રગ્ઝ પેડલરો ઝડપાઈ ચૂક્યાં છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button