આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Gujarat માં ડ્રગ્સનો કાળો કારોબાર યથાવત, અંકલેશ્વર GIDCમાંથી 250 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

અંકલેશ્વર : ગુજરાતમાં(Gujarat)ડ્રગ્સનો કાળો કારોબાર યથાવત રહ્યો છે. જેમાં ભરૂચ જિલ્લામાં ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયુ છે. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલા અવસર એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. સુરત અને ભરૂચ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.જેમાં 250 કરોડના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.

| Also Read: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલાં અમરેલીના રાજકારણમાં કેમ આવ્યો ગરમાવો? જાણો વિગત…

ત્રણ આરોપીની કરી ધરપકડ

અંકલેશ્વર જીઆઇડીસીની અવસર એન્ટરપ્રાઈઝ કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. પોલીસે 14.10 લાખનું 141 ગ્રામ એ.ડી.ડ્રગ્સ કબ્જે કર્યું છે. અન્ય 427 કિલો ડ્રગ્સનો જથ્થો હાલ ચકાસણી માટે FSLમાં મોકલવામાં આવ્યો​​​​​​​ છે. પોલીસે કંપની સંચાલક વિશાલ પટેલ સહીત અન્ય બે આરોપીઓની પણ ધરપકડ કરી છે. જ્યારે કંપનીનો માલિક વિદેશમાં હોવાની પ્રાથમિક જાણકારી મળી છે.

અંકલેશ્વરમાંથી અનેકવાર ડ્રગ્સતી ફેક્ટરીઓ ઝડપાઈ છે

આ અગાઉ પણ અંકલેશ્વરમાંથી અનેકવાર ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ ઝડપાઈ ચૂકી છે. ત્યારે ફરી એકવાર અંકલેશ્વરમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. આ પહેલાં 1લી ઓક્ટોબર 2024ના રોજ દિલ્હીની સ્પેશિયલ સેલે મહિપાલપુરમાં તુષાર ગોયલ નામના વ્યક્તિના વેરહાઉસ પર દરોડા પાડ્યા હતા અને 562 કિલો કોકેઇન અને 40 કિલો હાઈડ્રોપોનિક ગાંજાના મોટા કન્સાઈનમેન્ટ જપ્ત કર્યા હતા. આ પછી, 10મી ઓક્ટોબર 2024ના રોજ તપાસ દરમિયાન આ જ કેસમાં દિલ્હીના રમેશ નગરમાં એક દુકાનમાંથી લગભગ 208 કિલો કોકેઈન મળી આવ્યું હતું.

આવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીમાંથી 518 કિલો કોકેન જપ્ત

દિલ્હી કેસમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ તમામ માદક દ્રવ્ય ફાર્મા સોલ્યુશન સર્વિસ નામની કંપનીનું છે અને આ નશીલા પદાર્થ ગુજરાતના અંકલેશ્વર GIDC વિસ્તારની આવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીમાંથી આવ્યો હતો. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ આ સમગ્ર કેસમાં અત્યાર સુધીમાં કુલ 1289 કિલો કોકેન અને 40 કિલો હાઈડ્રોપોનિક થાઈ ગાંજો મળી આવ્યો છે, જેની કુલ કિંમત રૂપિયા 13000 કરોડ આંકવામાં આવી રહી છે.

| Also Read: ઇકો ઝોન રદ કરવાની માંગ સાથે તાલાલામાં બેઠક: રાજેશ ચુડાસમા, હર્ષદ રિબડીયા પણ હાજર…

સાત દિવસ પહેલા અંકલેશ્વરમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો

અગાઉ ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ નામની ફેક્ટરીમાંથી 13મી ઓક્ટોબરના રોજ 5,000 કરોડનું 518 કિલો કોકેન ઝડપાયું હતું. આ મામલે પોલીસે કંપનીના 3 ડિરેક્ટર સહિત કુલ 5 લોકોની ધરપકડ કરી છે. ત્યારે ફરી એકવાર અંકલેશ્વરમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button