ગુજરાતમાં એક વર્ષમાં રાજકીય પક્ષોને રૂપિયા 404 કરોડનું ડોનેશન, 401 કરોડ સાથે ભાજપ મોખરે

અમદાવાદઃ ગુજરાતમાં રાજકીય પક્ષોને એક વર્ષમાં 404.512 કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું હોવાનો ખુલાસો થયો હતો. છેલ્લા એક વર્ષમાં રાજકીય પક્ષોને મળેલા કુલ ડોનેશનમાંથી 99 ટકા જેટલું તો માત્ર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને પ્રાપ્ત થયું હતું. ભાજપને એક વર્ષમાં ડોનેશન પેટે 401.982 કરોડ રૂપિયા, જ્યારે કોંગ્રેસને 2.455 કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું હતું. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ (એડીઆર) દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત અનુસાર, નાણાકીય વર્ષ 2023-24માં ભાજપને કોર્પોરેટ જૂથ-બિઝનેસ હાઉસ પાસેથી કુલ 1373 ડોનેશન પ્રાપ્ત થયું હતું.
કોંગ્રેસને 6 કોર્પોરેટ જૂથ પાસેથી 2.027 કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું હતું.
જેમાં તેમને કુલ 365.114 કરોડનું ડોનેશન મળ્યું હતું. આમ, ભાજપને એક વર્ષમાં જે કુલ ડોનેશન મળ્યું તેમાંથી 90 ટકાથી વધુમાં કોર્પોરેટ જૂથ-બિઝનેસ હાઉસનું યોગદાન હતું. જેની સરખામણીએ કોંગ્રેસને 6 કોર્પોરેટ જૂથ પાસેથી 2.027 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું.
આ પણ વાંચો: રાહુલ ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં કહ્યું, આપણે દલિત-મુસ્લિમોમાં ફસાયેલા રહ્યા ને ઓબીસી દૂર થઈ ગયા….
બીજી તરફ આપને 3 કોર્પોરેટ જૂથ પાસેથી ડોનેશન પ્રાપ્ત થયું હતું. ભાજપને 736 વ્યક્તિગત પાસેથી 36.798 કરોડ રૂપિયાનું દાન મળ્યું હોવાની વિગત બહાર આવી હતી. કોંગ્રેસને વ્યક્તિગત તરફથી 30 જેટલા ડોનેશન મળ્યા હતા. રાજકીય પક્ષોને દાન આપવામાં બિલ્ડરો-કોન્ટ્રાક્ટરો મોખરે રહ્યા હતા.
ભાજપને મળેલા દાનમાં બમણાથી પણ વધુનો વધારો થયો
અત્રે ઉલ્લેખીય છે કે, દરેક રાજકીય પક્ષોએ નાણાકીય વર્ષ દરમિયાન મળેલા ડોનેશનની વિગત ચૂંટણી પંચને 30 સપ્ટેમ્બર સુધી ફરજિયાત આપવાની હોય છે. વર્ષ 2016-17માં ભાજપને 174 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. આમ, 9 વર્ષમાં ભાજપને મળેલા દાનમાં બમણાથી પણ વધુનો વધારો થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 2023-24માં ગુજરાતમાંથી પાનકાર્ડ વગર ભાજપને 1.33 કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું હતું. જેમાંથી બહુ ઓછી જાણીતી નારાયણ રિયલ્ટી એન્ડ સાઈરૂચી નામની કંપનીએ એકલા 50 લાખ ડોનેશન કર્યું હતું.