આપણું ગુજરાતગાંધીનગરટોપ ન્યૂઝ

Gujarat માં સરકારી મેડિકલ કોલેજના તબીબોના વેતનમાં 55 ટકા સુધીના વધારાની જાહેરાત…

ગાંધીનગર : ગુજરાતના(Gujarat) સરકારે તબીબી શિક્ષકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરીને સરકારી કૉલેજ સંલગ્ન હોસ્પિટલમાં ફરજ બજાવતા કરાર આધારિત વર્ગ-1 અને વર્ગ-2ના તબીબી શિક્ષકોને અપાતા માસિક વેતનમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત કરાર આધારિત તબીબી શિક્ષકોને માસિક વેતનમાં 30 થી 55 ટકા સુધીનો વધારો મળશે.

પ્રોફેસર વર્ગ-1ના કર્મચારીને હવેથી માસિક વેતન 2,50,000 ચૂકવાશે

હાલમાં પ્રોફેસર વર્ગ-1ના કર્મચારીને માસિક 1,84,000 ચૂકવવામાં આવતા હતા, જેમાં વધારો કરતા હવેથી માસિક વેતન 2,50,000 કરવામાં આવ્યું છે. જ્યારે સહ પ્રાધ્યાપક વર્ગ-1ને 1,67,500 માસિક વેતન પહેલા ચૂકવવામાં આવતુ હતું, તેમને હવેથી માસિક 2,20,000 રૂપિયા વેતન ચૂકવવામાં આવશે. ત્યારે મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1ને અગાઉ 89,400 રૂપિયા માસિક વેતન ચૂકવવામાં આવતુ હતું તેમણે હવે 1,38,000 વેતન ચૂકવવામાં આવશે.ત્યારે ટ્યૂટર વર્ગ -2ના કર્મચારીના વેતનમાં પણ મોટો વધારો કરવામાં આવ્યો છે. તેમને પહેલા 69,300 વેતન ચૂકવાતુ હતુ. તેમને 1,05,000 માસિક વેતન ચૂકવવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button