Diu ને જોડતી તડ અને અહેમદપુર માંડવી ચેક પોસ્ટ બંધ કરાઇ…
અમદાવાદ : ગુજરાતમાં દીવ થી (Diu)દારૂની ગેરકાયદે હેરફેર હવે સરળ બને તેવી શકયતા ઉભી થઈ છે. સંઘ પ્રદેશ દીવને જોડતી ચેકપોસ્ટ બંધ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ હુકમ કરતાં નવા બંદર પોલીસ તાબાની તડ અને અહેમદપુર માંડવી ચેક પોસ્ટ બંધ કરવામાં આવી છે. જેના પગલે હવે દીવથી દારૂનું સેવન કરીને આવતા લોકોને મોકળું મેદાન મળ્યું છે
ચેકપોસ્ટ પર ગેરકાયદે ઉઘરાણીનો ગુન્હો દાખલ થયેલ
આ અગાઉ સરકારે રાજ્યની તમામ ચેકપોસ્ટ બંધ કરવા હુકમ કરેલ છે. જો કે બાદમાં ચુંટણી સમયે ફરી શરૂ કરવામાં આવી હતી. જે અત્યાર સુધી કાર્યરત હતી.જેમાં સંઘ પ્રદેશ દીવથી ગીર સોમનાથમાં વિદેશી દારૂની ગેરકાયદે ઘૂસણખોરી અટકાવવા ચેક પોસ્ટ કાર્યરત હતી. જો કે આ ચેકપોસ્ટ ભ્રષ્ટાચારનું પણ મોટું માધ્યમ બનેલ હતુ. તેમાં છ માસ પૂર્વે ચેક પોસ્ટ પર ACBએ ડિકોય રેડ કરી હતી. ચેકપોસ્ટ પર ગેરકાયદે ઉઘરાણીનો ગુન્હો દાખલ થયેલ છે. તેમાં ઉનાના પી.આઈ ગોસ્વામી , ASI સહિત પોલીસ કર્મચારીઓ હજુ પણ જેલમાં છે.