આપણું ગુજરાતલોકસભા સંગ્રામ ૨૦૨૪

BJP ઉમેદવારોની પ્રથમ યાદીમાં ગુજરાતની 26 માંથી 15 બેઠકોના નામ જાહેર, અહી જાણો ‘કોણ કપાયું, કોણ થયું રિપીટ?’

નવી દિલ્હી: Loksabha election 2024: ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે (BJP Candidate First List). દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સમાં 195 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. જો ગુજરાતની વાત કરીએ તો ભાજપે પ્રથમ યાદીમાં મોટાભાગના સાંસદોને રિપીટ કરીને સૌને ચોંકાવી દીધા છે.

જો કે ચૂંટણી પહેલા લોકમુખે એવી ચર્ચા હતી કે ભાજપ આ ચૂંટણીમાં નવા ચહેરાને તક આપી શકે છે. જોકે, આજે ભાજપ દ્વારા જાહેર કરાયેલા 15 ઉમેદવારો પૈકી 10 ઉમેદવારોને રિપીટ કરાયા છે. જ્યારે માત્ર પાંચ બેઠકો પર નવા ચહેરાઓને તક આપવામાં આવી છે.

આટલા વર્તમાન સાંસદના પત્તા કપાયા

ટિકિટ ન મળી હોય તેવા વર્તમાન સાંસદો પર નજર કરીએ તો આ વખતે ભાજપે બનાસકાંઠા બેઠક પર પરબત પટેલની જગ્યાએ રેખા ચૌધરીને ટિકિટ આપી છે. તેવી જ રીતે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર ડો. કિરીટ સોલંકીના સ્થાને દિનેશ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે. પોરબંદર લોકસભા બેઠક માટે રમેશ ધડુકના સ્થાને વર્તમાન આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. એ જ રીતે રાજપાલસિંહ જાદવ પંચમહાલ લોકસભા બેઠક પરથી રતનસિંહ રાઠોડના સ્થાને ચૂંટણી લડશે.

આપને જણાવી દઈએ કે, ગુજરાતની 26 લોકસભા બેઠકો માટેના ઉમેદવારો નક્કી કરવા માટે તાજેતરમાં દિલ્હી ખાતે ભાજપના કેન્દ્રીય કાર્યાલય ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ મહામંત્રી રત્નાકર ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત રાષ્ટ્રીય નેતૃત્વની સામે સંભવિત ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો