Kheda માં વિદ્યાર્થીની સાથે છેડતી કરનારા શિક્ષકની પોલીસે ધરપકડ કરી…
અમદાવાદ : ગુજરાતના ખેડાના(Kheda)કઠલાલમાં શાળામાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે છેડતી કરી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. ખેડાના કઠલાલમાં ધોરણ 4માં ભણતી 9 વર્ષની વિદ્યાર્થીની સાથે છેડતી કરતાં લોકોમાં રોષ ફેલાયો છે.પોલીસે ગુનો નોંધી આરોપી શિક્ષક સૈયદ અખ્તરઅલીની કરી ધરપકડ કરી છે.
આ પણ વાંચો : ભારતી આશ્રમ વિવાદ: હરીહરાનંદ ભારતીએ ઋષિભારતી અને વિશ્વેશ્વરી ભારતીને આશ્રમથી કર્યા દૂર
વિદ્યાર્થીનીઓને વર્ગની સફાઇ કરવા કહ્યું હતું
જેમાં મળતી માહિતી મુજબ, શિક્ષક અખ્તર અલી મહેબૂબ મિયાં સૈયદે શાળામાં ચોથા ધોરણની વિદ્યાર્થીનીઓને વર્ગની સફાઇ કરવા કહ્યું હતું. આ વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થીનીઓ સાથે ક્લાસમાં સફાઇ કરી રહી હતી. ત્યારે આ શિક્ષક ક્લાસરૂમમાં આવ્યો હતો અને બીજી વિદ્યાર્થીનીઓને ક્લાસની બહાર મોકલી દીધી હતી. તેની બાદ શિક્ષકે સગીર વિદ્યાર્થીની સાથે છેડતી કરી હતી. જેની જાણ પરિવારજનોને વિદ્યાર્થીની ઘરે ગયા બાદ તેને પૂછતા થઇ હતી.
પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી હતી
આ પછી વિદ્યાર્થીનીના પરિવારજનોએ પોલીસને મામલાની જાણ કરી હતી. હાલ પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી છે. આ શિક્ષક અંગે એવી માહિતી મળી છે કે બે વર્ષ પૂર્વે તે સેન્ટર સ્કૂલ બગડોલમાં ફરજ બજાવતો હતો. ત્યારે પણ તેના પર વિદ્યાર્થીનીઓની છેડતીનો આરોપ લાગ્યો હતો. જો કે માફીપત્ર લખ્યા બાદ તેને શાળામાંથી બરતરફ કરવામાં આવ્યો હતો. શિક્ષક મૂળ પીઠાઈ ગામનો રહેવાસી છે.