આપણું ગુજરાત

વર્ષ 1980માં નકલી માર્કશીટ બનાવી એડમીશન મેળવી ડોક્ટર બન્યો, કોર્ટે 41 વર્ષ બાદ સજા ફટકારી

અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે બનાવટી માર્કશીટ કેસમાં 41 વર્ષ બાદ ચુકાદો આપ્યો હતો. કોર્ટે ડો. ઉત્પલ પટેલને દોષિત ઠરાવ્યો હતો અને 3 વર્ષની કેદની સજા ફટકારી હતી. માહિતી મુજબ વર્ષ 1980માં, ઉત્પલ પટેલે અમદાવાદની સીએન સ્કૂલમાંથી 12મા ધોરણ (વિજ્ઞાન)ની પરીક્ષા આપી હતી. પરિણામમાં તેને 48% માર્કસ મળ્યા હતા જે મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે પૂરતા ન હતા. જેના કારણે ઉત્પલ પટેલે નકલી માર્કશીટ બનાવી અને 68% માર્કસ બતાવ્યા ટાયર બાદ તેણે મેડિકલમાં પ્રવેશ મળવ્યો હતો.

તેની સામે વર્ષ 1984માં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. આ પછી કોર્ટમાં કેસ ચાલતો રહ્યો અને 41 વર્ષ પછી કોર્ટે તેને દોષિત ઠરાવ્યો હતો. ઉત્પલ પટેલની નકલી માર્કશીટનો કેસ પકડાયો ત્યારે તેણે ગુજરાતની બહાર, તમિલનાડુમાં મેડિકલમાં એડમિશન લીધું અને ડોક્ટર પણ બન્યો. ત્યારથી આજદિન સુધી તેઓ વ્યવસાયે ડોક્ટર છે.


આ કેસમાં સરકારી વકીલે કહ્યું કે કોર્ટે તમામ આરોપોને સાચા માન્યા છે અને નકલી માર્કશીટ દ્વારા મેડિકલમાં એડમિશન ખોટી રીતે લેવાયું હોવાની હકીકત પણ સાબિત થઇ ગયું છે. આ ગંભીર ગુનામાં આરોપીને કોઈ રાહત ન મળે તેવી અપીલ કરવામાં આવી હતી.


કોર્ટે એ પણ સ્વીકાર્યું કે જો તબીબી વ્યવસાય સાથે સંકળાયેલી વ્યક્તિ સમાજમાં આ પ્રકારનો ગુનો કરે છે તો તેની અન્ય લોકો પર નકારાત્મક અસર પડે છે, તેથી આરોપીને કોઈપણ પ્રકારની રાહત આપવી ન્યાયિક હિતમાં નથી.
કોર્ટે શાળા અને ગુજરાત શિક્ષણ બોર્ડના અધિકારીઓની જુબાની લીધા પછી, આરોપી ડો. ઉત્પલ પટેલે નકલી માર્કશીટ રજૂ કરીને બી.જે. મેડિકલ કોલેજમાં એડમિશન લીધું હોવાનું સ્પષ્ટ થયું હતું.


વર્ષ 1980માં ઉત્પલ પટેલ અમદાવાદની સીએન વિદ્યાલયમાં 12મા ધોરણમાં અભ્યાસ કરતા હતા અને તે વર્ષે આપેલી પરીક્ષામાં તેને માત્ર 48% માર્કસ મળ્યા હતા જે મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે પૂરતા ન હતા, જેના કારણે તેણે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનેની નકલી માર્કશીટ બનાવીને માર્કસ 48% થી વધારીને 68% કર્યા હતા.

આ પછી તેણે અમદાવાદની સૌથી પ્રતિષ્ઠિત BJ મેડિકલ કોલેજમાં એડમિશન લીધું અને અભ્યાસ પણ શરૂ કર્યો. પ્રવેશ બાદ જ્યારે વિદ્યાર્થીઓના પ્રવેશની ચકાસણી કરવામાં આવી અને માર્કશીટ ખોટી હોવાનું માલુમ પડતાં ઉત્પલ પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ ફરિયાદ મળતાની સાથે જ ઉત્પલ પટેલ ગુજરાતમાંથી તમિલનાડુ ગયો અને ત્યાંની મેડિકલ કોલેજમાં એડમિશન લઈને ડોક્ટર બન્યો. એક તરફ ગુજરાતમાં કેસ ચાલતો રહ્યો, તો બીજી તરફ ઉત્પલ પટેલ ડોક્ટર તરીકે કામ કરવા લાગ્યો. જ્યારે તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી ત્યારે તે 17 વર્ષનો હતો અને આજે તે 60 વર્ષનો છે જ્યારે તેને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button