કોરોનાનો ફફડાટઃ ગુજરાતમાં નોંધાયા આટલા કેસ…

અમદાવાદઃ 2020માં સમગ્ર વિશ્વને ભરડામાં લેનારી મહામારી કોરાનાએ ફરી ફૂંફાડો માર્યો છે. હોંગકોંગ, સિંગાપોર, થાઈલેન્ડમાં કોરોનાના કેસ વધ્યા છે, આ દરમિયાન ભારત સહિત ગુજરાતમાં પણ કોવિડ-19ના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 7 છે, છેલ્લા એક સપ્તાહમાં જ 6 નવા કેસ નોંધાયા છે. દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતાં રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા ક્રમે છે. વર્ષ 2020થી અત્યાર સુધી ગુજરાતમાં કોવિડના 12 લાખથી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે. કુલ 11101 વ્યક્તિએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.
કોરોનાના કેસ સૌથી વધુ કયા રાજ્યમાં છે
ભારતમાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ કેરળમાં છે. કેરળ 95 કેસ સાથે મોખરે છે. તમિલનાડુ 66 કેસ સાથે બીજા, મહારાષ્ટ્ર 56 કેસ સાથે ત્રીજા, કર્ણાટક 13 કેસ સાથે ચોથા, પુડ્ડુચેરી 10 કેસ સાથે પાંચમા ક્રમે છે. કોરોનાના કેસમાં આવેલો ઉછાળા પાછળ અનેક કારણ જવાબદાર છે. તેમાં વેક્સિનથી શરીરમાં ઉભી થયેલી રોગ પ્રતિકારક શક્તિ ધીમે ધીમે ખતમ થવી, મિશ્ર ઋતુ વગેરે જવાબદાર છે.
આ વેરિએન્ટ એલ એફ.7 અને એનબી1.8 છે આ બંને જેએન .1 વેરિએન્ટથી એડવાન્સ છે. ઉલ્લેખનીય છે કે જેએન.1 વેરિએન્ટનો જ વર્તમાનમાં કોવિડ વેકિસન તૈયાર કરવામાં ઉપયોગ શરુ થયો હતો. થાઇલેન્ડમાં વેકેશન પછી કોરોના સંક્રમણ કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. નવો વેરિએન્ટ વેક્સિનથી બનેલી ઈમ્યુનિટીને બાયપાસ કરી જાય છે.
કેવા છે લક્ષણો
1.હળવો તાવ
2.સૂકી ખાંસી
3.ગળામાં ખારાશ
4.થાક
5.નાક બંધ રહેવું કે વહેવું
આપણ વાંચો : ગુજરાતમાં કોરોના પછી શ્વાસની તકલીફના કેસો વધ્યા, દર કલાકે નોંધાઈ રહ્યા છે આટલા કેસ…