આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં કોરોનાનો ચેપ વધ્યો, એક જ દિવસમાં નવા 167 કેસ ઉમેરાયા

દેશની સાથે ગુજરાતમાં કોરોનાના નવા કેસ વધી રહ્યા છે . જેમાં 5 જૂનના રોજ રાજયના કોરોનાના નવા 167 કેસ નોંધાયા છે. જેને લઈને રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 615 પર પહોંચી ગઈ છે. જેમાંથી 15 હૉસ્પિટલમાં દાખલ છે, જ્યારે 600 દર્દી હોમ આઇસોલેશનમાં છે. આ સિવાય 60 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાથી એકપણ મોત થયું નથી.

રાજયમાં હાલનો વાયરસ ઓમીક્રોનના પેટા ટાઈપ

રાજયમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે રાજયમાં હાલનો વાયરસ ઓમીક્રોનના પેટા ટાઈપ વેરિએન્ટ LF. 7.9 અને XFG Recombinant હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેના પગલે લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરવામાં આવી રહી છે. રાજય સરકારે કોરોનાના પગલે જિલ્લા હોસ્પિટલમાં સુવિધા પણ ઉભી કરી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાનો આંકડો 500ને પાર, છેલ્લા 24 કલાકમાં નવા 119 કેસ નોંધાયા

24 કલાકમાં દેશભરમાં 564 નવા કેસ નોંધાયા

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધીને 4,866 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 564 નવા કેસ નોંધાયા છે. કોરોનાને કારણે સાત લોકોએ જીવ ગુમાવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button