આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં કોરોનાએ ફરી દસ્તક દીધી! એક્ટિવ કેસ 13 થતા આરોગ્ય વિભાગ સતર્ક…

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોના (Covid 19)એ દસ્તક દીધી છે. કોરોનાએ ગુજરાતમાં ફરી ઉથલો માર્યો છે. પહેલા રાજ્યમાં કોરોનાના માત્ર 7 કેસ નોંધાયા છે, જ્યારે હવે તે સંખ્યાં 13 થઈ ગઈ છે. જેથી ગુજરાતમાં હવે કોરોના 13 એક્ટિવ કેસ (covid 19 cases) થઈ ગયાં છે. એકલા અમદાવાદ (Ahmedabad) શહેરની વાત કરવામાં આવે તો, 11 કેસ નોંધાય છે. જ્યારે બીજા 2 કેસ અમદાવાદા ગ્રામ્ય અને રાજકોટમાં નોંધાયો છે. મળતી જાણકારી પ્રમાણે આ તમામ કેસ કોરોના ઓમિક્રોન વેરિએન્ટના હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જોકે, આરોગ્ય વિભાગ સતર્ક હોવાથી કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની આવશ્યકતા નથી.

13 કેસ એક્ટિવ થયા હોવાથી આરોગ્ય વિભાગ સતર્ક
ઓમિક્રોન વેરિએન્ટના કેસ હોવાથી આ તમામ દર્દીઓને હોમ આઈસોલેટ રાખીને પણ તેમની સારવાર કરી શકાય છે. કોરોના અંગે હજી રાજ્ય સરકાર દ્વારા કોઈ સુચનાઓ આપવામાં આવી નથી. કોરોનાથી થયેલા મોતની વાત કરવામાં આવે તો, અત્યાર સુધીમાં 11,101 લોકોનું કોરોનાથી મોત થયું હોવાનું સરકાર ચોપડે નોંધાયું છે. અત્યારે પણ રાજ્યમાં 13 કેસ એક્ટિવ થયા હોવાથી આરોગ્ય વિભાગે સતર્ક થઈ ગયું છે. કારણ કે, અમદાવાદ શહેરમાં બે વર્ષની બાળકી સહિત 11 કેસ નોંધાયા છે.

અમદાવાદ સિવિલમાં 1200 બેડની વ્યવસ્થા કરી દેવામાં આવી
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે અમદાવાદ શહેરના નવરંગપુરા, ગોતા, બોપલ, નિકોલ, વટવા, નારોલ. દાણીલીમડા અને બહેરામપુરા સહિતના વિસ્તારોમાં કોકોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગની તૈયારીની વાત કરવામાં આવે તો, અમદાવાદ સિવિલમાં પહેલેથી જ 1200 બેડની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આ સાથે સાથે 20 હજાર લીટરની બે ઓક્સિજન ટેન્ક પણ તૈયાર કરી દેવામાં આવી છે. જેથી કોરોના દર્દીઓને સારવાર માટે કોઈ સમસ્યાનો સામનો ના કરવો પડે. આરોગ્ય વિભાગ દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે કે, જો કોઈને શરદી, ખાંસી કે ઉધરસ જેવું લાગે તો સત્વરે હોસ્પિટલ જઈને બતાવી દેવું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button