ગુજરાત કોંગ્રેસના બે નેતાઓને જમ્મુ કાશ્મીરમાં સ્ટાર પ્રચારકની જવાબદારી

નવી દિલ્હી: આગામી સમયમાં યોજાનાર જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટી તડામાર તૈયારીઓ કરી રહી છે. આજે કોંગ્રેસે જમ્મુ કશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, સુપ્રિયા શ્રીનેત સહિતના નેતાઓ સામેલ છે. આ યાદીમાં ગુજરાત કોંગ્રેસના બે નેતાઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે.
આજે કોંગ્રેસે જમ્મુ કશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાત કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે. 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં બનાસકાંઠા બેઠક પરથી ચૂંટણી જીતેલા ગેનીબેન ઠાકોર અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેઓ વિધાનસભાની સામાન્ય ચૂંટણીના આગામી ત્રીજા તબક્કામાં ભાગ લેશે.
આ પણ વાંચો : જમ્મુ કાશ્મીર આજે હાઇ એલર્ટ પર, અમરનાથ યાત્રા સ્થગિત, જાણો કારણ
કોંગ્રેસે આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર 40 સ્ટાર પ્રચારકોની યાદી શેર કરી હતી. આગામી ઓક્ટોબરથી જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની બેઠકો માટે તબક્કા વાર મતદાન થવાનું છે.
જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી 10 વર્ષ પછી યોજાવા જઈ રહી છે. કલમ 370 નાબૂદ થયા બાદ જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ પહેલીવાર ચૂંટણી યોજાવા જઈ રહી છે. સમગ્ર ચૂંટણી ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. રાજ્યની 90 વિધાનસભા બેઠકો માટે 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે મતદારો મતદાન કરશે. 8 ઓક્ટોબરે ચૂંટણીના પરિણામો જાહેર થશે.