ગુજરાત કોંગ્રેસ નેતા અને આરોપી Pragati Ahir આગોતરા જામીન માટે હાઇકોર્ટ પહોંચ્યા

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના નેતા અને કોંગ્રેસ ઓફિસ પર થયેલા પથ્થરમારા કેસના આરોપી પ્રગતિ આહીર(Pragati Ahir) આગોતરા જામીન માટે હાઇકોર્ટ પહોંચ્યા છે. આ પૂર્વે સેશન્સ કોર્ટે તેમના આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. જો કે પોલીસે આ કેસમાં હજુ સુધી તેમની ધરપકડ કરી નથી. કોંગ્રેસ નેતા અને આરોપી પ્રગતિ આહીર વિરુદ્ધ કાર્યકરોને ઉશ્કેરવામાં મોટો ફાળો હોવાનાં આરોપ સાથે એલિસબ્રિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જો કે, હવે કોંગ્રેસ નેતા હાઈકોર્ટ પહોંચ્યા છે અને આ કેસમાં વિશેષ દાદ માગતી અરજી કરી છે. આ મામલે આગામી સમયમાં હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.
રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી શકે છે
આ દરમ્યાન ગુજરાતમાં ન્યાયયાત્રામાં ભાગ લેવા માટે રાહુલ ગાંધી ગુજરાત આવી શકે છે. પ્રાથમિક માહિતી અનુસાર, ગુજરાતમાં બનેલી ઘટનાઓનાં સ્થળોને જોડતી યાત્રા યોજાશે. મોરબીથી સુરત અથવા ગાંધીનગર સુધીની આ યાત્રાનું આયોજન થવાની શક્યતાઓ છે. જેમાં મોરબી દુર્ઘટના સ્થળથી કોંગ્રેસ ન્યાયયાત્રાની શરૂઆત કરશે. રાજકોટ TRP ગેમઝોન ઊના, થાન, અમદાવાદ, વડોદરા, સુરતનાં દુર્ઘટના સ્થળોને જોડતી આ યાત્રા હશે. ઓગસ્ટનાં બીજા સપ્તાહ દરમિયાન આ ન્યાય યાત્રાની શરૂઆત થઈ શકે છે. 2 ઓગસ્ટના રોજ રાહુલ ગાંધીની આ ન્યાય યાત્રા સંદર્ભે સત્તાવાર જાહેરાત થઈ શકે છે.