ગુજરાતમાં Congress સક્રિય, સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામા સંગઠનને મજબૂત કરવા કવાયત
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસનું સંગઠન સાવ નબળુ પડી ગયું હતું. સતત વધી રહેલા જૂથવાદને કારણે દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતાં. હવે સોરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં સંગઠનને વધુ મજબૂત કરવા માટે આજથી જામનગર ખાતે કોંગ્રેસની રિવ્યૂ બેઠક યોજાશે. પ્રાપ્ત વિગતો પ્રમાણે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં અને બે મહાનગરપાલિકામાં કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત બનવવા માટે પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજથી જામનગરમાં એક અગત્યની રિવ્યુ બેઠક યોજાઇ રહી છે. આ બેઠકમાં આગામી દિવસોમાં યોજાનાર નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી સંદર્ભે પરામર્શ કરવામાં આવશે.
જામનગર ખાતે ત્રણ જિલ્લાની રિવ્યૂ મીટિગ
જામનગર શહેર ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ અને રાજયસભાના સાસંદ શક્તિસિંહ ગોહિલ, પ્રભારી મુકુલ વાસનિક, ધારાસભ્ય અમિત ચાવડા, ધારાસભ્ય શેલેષ પરમાર સૌરાષ્ટ્રના પ્રભારી માજી ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ અને પ્રદેશ આગેવાનો જામનગર ખાતે ત્રણ જિલ્લાની રિવ્યૂ મીટિગમાં હાજરી આપશે.
Also read: ભાજપનાં ગઢનો કાંકરો ખેરવવા કોંગ્રેસનું આગામી અધિવેશન ગુજરાતમાં
મજબૂત ઉમેદવાર મેદાનમાં ઉતારવા અંગે ચર્ચા
આ રિવ્યુ મીટીંગ અંગે જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિગુભા જાડેજાએ જણાવ્યું હતું કે જામનગર, પોરબંદર, દેવભૂમી દ્વારકા જિલ્લા ક્રોગ્રેસના પ્રમુખ સહિતના સંગઠનના હોદેદારો સાથે બેઠક યોજી કોંગ્રેસના સંગઠન મજબૂત કરવા અંગે ચર્ચા વિચારણા અને સૂચનો મેળવશે. આ રિવ્યૂ મિટિંગમાં આગામી નગરપાલિકાઓની ચૂંટણી અંગે રણનીતિ ઘડાશે અને મજબૂત ઉમેદવાર મેદાનમાં ઉતારવા અંગે ચર્ચા થશે.