આપણું ગુજરાત

ગુજરાત કોંગ્રેસ નવા વર્ષથી 1090 જિલ્લા-5200 તાલુકા પંચાયત બેઠકો પર જનસંવાદ કરશે…

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ દ્વારા 1 જાન્યુઆરીથી સમગ્ર રાજ્યમાં ‘મહાજનસંપર્ક અભિયાન’ શરૂ કરવામાં આવશે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જાહેરાત કરી હતી કે, કોંગ્રેસ રાજ્યની 1090 જિલ્લા પંચાયત અને 5200 તાલુકા પંચાયત બેઠકો પર જનસંવાદ યોજશે, જ્યારે 17 મહાનગરોમાં ‘કોંગ્રેસ આપના દ્વાર’ કાર્યક્રમ હેઠળ ઘરે-ઘરે જઈ લોકોના પ્રશ્નો સાંભળશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે મતદારોને રીઝવવા માટે ગુજરાત કોંગ્રેસે એક્શન પ્લાન તૈયાર કર્યો હતો.

જનઆક્રોશ પદયાત્રા’ યોજીને વિપક્ષ જનતાનો અવાજ બુલંદ કરશે

આ વખતે કોંગ્રેસ પ્રજાના મંતવ્યો અને સૂચનોને આધારે ‘જનતાનો મેનિફેસ્ટો’ અને વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરશે. આ ઉપરાંત, શહેરી વિસ્તારોમાં ભાજપ શાસિત નગરપાલિકાઓના ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ સામે ‘જનઆક્રોશ પદયાત્રા’ યોજીને વિપક્ષ જનતાનો અવાજ બુલંદ કરશે, જ્યારે જાન્યુઆરીના અંત સુધીમાં કોંગ્રેસના નવા પ્રદેશ માળખાની પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

ખેડૂતોના હક માટે કિસાન આક્રોશ યાત્રા શરૂ કરવામાં આવી હતી

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી સમગ્ર ગુજરાતમાં લોકોની વચ્ચે જઈ લોકો સાથે સંવાદ પ્રસ્થાપિત કરી તેમનો અવાજ બુલંદ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. જેમાં મત અધિકારની લડાઈ લડવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા સતત કાર્યક્રમમાં આપવામાં આવ્યા છે. ખેડૂતોના હક માટે કિસાન આક્રોશ યાત્રા શરૂ કરવામાં આવી જે 11 જિલ્લામાં યોજવામાં આવી હતી. ગુજરાતના લોકોનો અવાજ બુલંદ કરવા માટે જન આક્રોશ યાત્રા શરૂ કરવામાં આવી હતી.

7 મહાનગરમાં કોંગ્રેસ આપણે દ્વાર નામનો કાર્યક્રમ યોજશે

અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, એક એક પરિવારના ઘરે જઈને તેમને કેવું શહેર જોઈએ છે તે જાણવાનો પ્રયાસ કરીશું. જે બાદ કોંગ્રેસ તમામ 17 મહાનગરમાં કોંગ્રેસ આપણે દ્વાર નામનો કાર્યક્રમ યોજશે. સફાઈ, ગટર રોડ રસ્તા વગેરેના સૂચનો જનતા પાસે મેળવી કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મિનિફેસ્ટો તૈયાર કરશે. પ્રજાના મતથી ચૂંટાય છે, પ્રજાના ટેક્સના પૈસાથી પગાર લે છે એવા લોકો પણ જનતાની સુનવાઇ કરતા નથી.

આ પણ વાંચો…ગુજરાત કોંગ્રેસમાં સંગઠનની નિમણૂકોથી નારાજ પટેલ ધારાસભ્યની રાજીનામાની જાહેરાત

આ ઉપરાંત, શહેરી વિસ્તારોમાં ભાજપ શાસિત નગરપાલિકાઓના ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ સામે ‘જનઆક્રોશ પદયાત્રા’ યોજીને વિપક્ષ જનતાનો અવાજ બુલંદ કરશે, જ્યારે જાન્યુઆરીના અંત સુધીમાં કોંગ્રેસના નવા પ્રદેશ માળખાની પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button