આપણું ગુજરાત

કોલેજમાં એડમીશન લેવું સરળ બન્યું, ગુજરાતની 14 યુનિવર્સિટીઓ માટે કોમન એડમિશન પોર્ટલ લોન્ચ કરાયું

ગાંધીનગર: ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પ્રધાન રૂષિકેશ પટેલે બુધવારે ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ (GCAS) પોર્ટલ લોન્ચ કર્યું હતું, આ પોર્ટલનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ રાજ્યની 14 જાહેર યુનિવર્સિટીઓ સાથે સંલગ્ન 2,343 કોલેજોમાં સરળતાથી પ્રવેશ મેળવી શકશે.

આ પોર્ટલ શરુ થવાથી પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વિવિધ યુનિવર્સિટીઓમાં રજીસ્ટ્રેશન ફી ભરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. વિદ્યાર્થીઓ રૂ.300 ની વન-ટાઇમ રજિસ્ટ્રેશન ફી ચૂકવીને 14 રાજ્યની યુનિવર્સિટીઓ સાથે સંલગ્ન તમામ કોલેજોમાં અરજી કરી શકશે.


રૂષિકેશ પટેલે જણાવ્યું હતું કે, “આનાથી વિદ્યાર્થીઓમાં યોગ્ય અભ્યાસક્રમ અને યુનિવર્સિટી કે કોલેજની પસંદગી અંગેની મૂંઝવણનો અંત આવશે. માહિતીના અભાવે ઘણીવાર ખોટા કોર્સમાં એડમિશન લેવાની ભૂલ થાય છે. ઉપલબ્ધ વિકલ્પોમાંથી શ્રેષ્ઠ તક પૂરી પાડીને પ્રક્રિયાને સરળ બનાવવાનું આ પોર્ટલનો મુખ્ય હેતુ છે.”


પોર્ટલ અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં ઉપલબ્ધ છે, વિદ્યાર્થીઓ અંડરગ્રેજ્યુએટ, અનુસ્નાતક તેમજ પીએચડી પ્રોગ્રામ માટેની 2,343 સરકારી, ખાનગી, ગ્રાન્ટ-ઇન-એઇડ, સંલગ્ન કોલેજોમાં 7.50 લાખથી વધુ બેઠકો માટે અરજી કરી શકશે.


વિભાગના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પોર્ટલની શરૂઆત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ કરવામાં આવી છે, જેનો હેતુ પ્રવેશ પ્રક્રિયાને સરળ અને કેન્દ્રિય બનાવવાનો છે. સૂત્રોએ જણાવ્યું કે આ પોર્ટલની સ્થાપના ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ, 2023 હેઠળ કરવામાં આવી છે.


વિભાગે જણાવ્યું હતું કે આર્ટસ, કોમર્સ , સાયન્સ અને ટેક્નોલોજી અને રૂરલ સ્ટડીઝ સ્નાતક, અનુસ્નાતક અને પીએચડી અભ્યાસક્રમોના તમામ પ્રવેશ આગામી શૈક્ષણિક વર્ષથી GCAS દ્વારા હાથ ધરવામાં આવશે.


2024-25 શૈક્ષણિક સત્રમાં પ્રવેશ માટે રાજ્ય સરકારે ગયા નવેમ્બરમાં કોમન એડમિશન પોર્ટલ શરુ કરવમાં આવશે એવી જાહેરાત કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button