Gujarat માં ઠંડીનો ચમકારો વધ્યો, કોલ્ડ વેવથી લોકો ઠુંઠવાયા

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)બે દિવસ બાદ ફરી એકવાર ઠંડીનો ચમકારો વધ્યો છે. જેમાં સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ કોલ્ડ વેવની સ્થિતી સર્જાઇ છે. જેના લીધે લધુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમજ ઠંડા પવન ફૂંકાતા લોકો ઠુંઠવાયા છે. જેમાં નલિયામાં બે દિવસમાં લધુત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે. તેમજ આગામી દિવસોમાં રાજ્યમાં હજુ હાડ થીજવતી ઠંડીનો અનુભવ થશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.
બે દિવસમાં નલિયામાં 5 ડિગ્રી તાપમાન ઘટ્યું ઉત્તર ભારતના રાજયોમાં થઇ રહેલી હિમવર્ષાની અસર ગુજરાત પર પડી રહી છે. જેના પગલે ઠંડા પવનો ફૂંકાતા કડકડતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. રાજ્યમાં બે દિવસમાં લધુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. જેમાં કચ્છમાં નલિયામાં બે દિવસમાં લધુતમ તાપમાન પાંચ ડિગ્રી ઘટીને 5.6 ડિગ્રી નોંધાયું છે.

Also read: Gujarat: રાજ્યનાં અનેક જિલ્લાઓમાં માવઠાની આગાહી; પછી પડશે હાડ થિજવતી ઠંડી
અમદાવાદમાં વહેલી સવારે પણ કડકડતી ઠંડીનો અનુભવ અમદાવાદ શહેરમાં પણ ઠંડીમાં વધારો થયો છે. અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં 4 ડિગ્રી જેટલું તાપમાન નીચું જતાં ઠંડીનો ચમકારો અનુભવાય છે. હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે રવિવારે અમદાવાદમાં તાપમાન 15 ડિગ્રી સુધી પહોંચી ગયુ હતું. તેમજ ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. તેમજ સોમવારે સવારે ઠંડીના લીધે ધુમ્મસ જોવા મળ્યું હતું. વહેલી સવારે પણ કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો.
આગામી દિવસોમાં હજી પણ ઠંડીનો પારો નીચે જશે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની આગાહી છે. જેના પગલે સમગ્ર દેશમાં અને રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે.તેમજ આગામી દિવસોમાં હજી પણ ઠંડીનો પારો નીચે જવાની શક્યતા છે.



