આપણું ગુજરાતટોપ ન્યૂઝ

સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાયો: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યા નર્મદાના નીરનાં વધામણાં

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરોવર ડેમ છેલ્લા કેટલા સમયથી છલકાવાની સ્થિતમાં હતો અને સૌ રાહ જોઈ રહ્યા ત્યારે આજે ચોમાસાની ઋતુમાં પેલી વાર પોતાની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચ્યો છે. ડેમ છલકાતા જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર દ્વારા આજે 12.39 વાગે અમૃત મુહૂર્તંમાં નર્મદાનાં નીરનાં વધામણાં કરવામાં આવ્યા છે.

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કેવડિયા હેલિપેડ પહોંચ્યા છે. હવે ત્યાંથી નર્મદા ડેમ પર પહોંચીને 12.39 વાગે અમૃત મુહૂર્તંમાં બ્રાહ્મણો દ્વારા મંત્ર ઉચ્ચારણો સાથે નર્મદા નદીનાં નીરને ચૂંદડી, શ્રીફળ, કંકુ, ચોખા અર્પણ કરીને નર્મદા નીરનાં વધામણાં કર્યા અને નર્મદા માતાની આરતી ઉતારી હતી. સરદાર સરોવર ડેમ પૂર્ણ સપાટી 138.68 મીટર સુધી છલોછલ ભરાયો છે. ડેમમાં હાલ 82,408 ક્યૂસેક પાણીની આવક છે. ડેમમાંથી હાલ પાંચ હજાર ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી મુખ્ય કેનાલમાં 4364 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ટર્બાઇન મારફતે 40,930 ક્યૂસેક પાણીની જાવક છે.

ગુજરાતની જીવાદોરી ગણાતા નર્મદા ડેમના પાયા નંખાયાને આજે 62 વર્ષ પૂર્ણ થયાં છે. 5મી એપ્રિલ 1961ના રોજ પૂર્વ વડાપ્રધાન સ્વ. જવાહરલાલ નહેરુએ કેવડિયા ખાતે નર્મદા ડેમનો પાયો નાખ્યો હતો. નર્મદા ડેમ આજે 18.45 લાખ હેક્ટર જમીનને સિંચાઇનું પાણી તથા ગુજરાતનાં 11,951 ગામો અને 199 શહેરને પીવાનું પાણી પૂરું પાડવા માટે સક્ષમ બન્યો છે, જ્યારે રાજસ્થાનનાં 1336 ગામડાં અને ત્રણ શહેરને પાણી પૂરું પાડે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા ડેમ આઠ વર્ષમાં છ વખત ઓવરફ્લો થયો છે. વર્ષ 2018માં વરસાદ ઓછો હોવાથી ડેમ ભરાયો ન હતો જ્યારે 2021માં પણ ડેમ ભરાયો ન હતો. ગયા વર્ષે ડેમનું પાણી છોડવા મામલે વિવાદ પણ થયો હતો.

Show More

Related Articles

Back to top button
એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો