આપણું ગુજરાત

જાપાનમાં ગુજરાતના મુખ્ય પ્રધાનની સાથે જોવા મળેલી આ યુવતી વિશે જાણો છો

અમદાવાદઃ ભાષા હંમેશાં બે જણને જોડતી હોય છે. તમે જે તે રાજ્ય કે દેશમાં જઈ વસો અને ત્યાંની સ્થાનિક ભાષા ન શિખો તો તમે વ્યાવસાયિક અને વ્યક્તિગત ધોરણે ઘણું ગુમાવો છે. ત્યાંના સામાજિક માહોલમાં ભળી જવા તેમ જ જે તે સ્થળના સાંસ્કૃતિક અને ભાવનાત્મક વિશ્વનો ભાગ બનવા ભાષા જાણવી જરૂરી છે. આ સાથે જ્યારે બે દેશો વચ્ચે ધંધાકીય સંબંધો વિકતા હોય ત્યારે બન્ને દેશની ભાષા સમજનાર વ્યક્તિ એટલે કે ઈન્ટરપ્રિટર ખૂબ જ જરૂરી બની જાય છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલા તાજેતરમાં જ જાપાનનો પ્રવાસ ખેડી આવ્યા અને વાયબ્રન્ટ ગુજરાતની ભૂમિકા ત્યાં સ્પષ્ટ કરીને આવ્યા ત્યારે તે સમયે તેની સાથે એક યુવતી જોવા મળતી હતી જે બીજી કોઈ નહીં પણ આપણા ગુજરાતની જ દીકરી હતી કેના શાહ. અમદાવાદની આ છોકરી જાપાન જઈ વસી છે અને અહીં આઈટી સેક્ટરમાં સારું કરિયર બનાવી ચૂકી છે. આ સાથે તે જાપાન ખાતે ઈન્ડિયન એમ્બેસી સાથે જોડાયેલી છે અને અહીંના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લે છે અને આયોજનમાં પણ સહયોગ આપે છે. અગાઉ તેણે તમીલનાડુ અને અસમથી આવેલા પ્રતિનિધિમંડળને પણ દુરભાષી તરીકે સેવા આપી હતી. જોકે પોતાના વતન અને પોતાની ભાષાના લોકો જાપાનમાં આવ્યા તેનાંથી તે વધારે રોમાંચ અનુભવે છે. ભુપેન્દ્ર પટેલનું પ્રતિનિધિમંડળ આવ્યું ત્યારે કેનાનો સંપર્ક કરવામા આવ્યો અને કેનાએ ઉમેળકાભેર પોતાની સેવા આપી.

છ વર્ષથી જાપાનમાં સેટ થયેલી કેનાએ ત્યાં જઈ પહેલા જાપાનીઝ શિખી. આ કામ સહેલું ન હતું, પરંતુ કેનાને સમજાયું કે અહીં રહેવામાં સરળતા માટે ભાષા શિખવી જરૂરી છે. તેણે અમદાવાદમાં કૉમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું અને તે બાદ ગ્રાફિક્સ ડિઝાઈનિંગનો કોર્સ કર્યો. તે બાદ તેણે એક સેમિનાર અટેન્ડ કર્યો અને તેને જાપાન જવાની ઈચ્છા થઈ. જ્યારે તેનાં પરિવારે દીકરીને જાપાન મોકલવાનો નિર્ણય કર્યો ત્યારે ઘણાએ તેને વખોડ્યો ને વણમાંગી સલાહ પણ આપી. જોકે કેના અને તેનો પરિવાર પોતાના નિર્ણય પર અડગ રહ્યો અને આજે કેનાએ તેનો નિર્ણય ખરો સાબિત કર્યો અને હવે તેનો ભાઈ પણ ત્યાં જ છે. તેણે મુખ્ય પ્રધાનના પાંચ દિવસના કાર્યક્રમો દરમિયાન તેમના ઈન્ટરપ્રિટરની ભૂમિકા નિભાવી હતી. કેના ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને જાપાનીઝ સારી રીતે જાણે છે. ભાષા પરની પક્કડ અને પ્રેમ તેને વારસામાં મળ્યા છે, તેમ કહેવું ખોટું નહીં કહેવાય. કારણ કે કેનાના દાદા અને પિતા સહિત પરિવારના ઘણા સભ્યો વર્ષોથી પત્રકારત્વ સાથે જોડાયેલા છે.

જાપાન ભારત અને ગુજરાત સાથે સંબંધો વધારે વિકસાવી રહ્યું છે ત્યારે જાપાનમાં સારી કરિયર છે. આ સાથે અહીંની સરખામણીમાં ત્યાં ભણતરનો ખર્ચ ઓછો છે અને ગુનાખોરી લગભગ ઝીરો છે. ગુજરાત સહિત દેશના છોકરાઓ યુએસએ, યુકે, કેનેડા કે ગલ્ફના દેશો તરફ દોટ માંડી રહ્યા છે ત્યારે કેનાનો પરિવાર માને છે કે જાપાન પણ એક સારી તક પૂરી પાડી રહ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ