ગુજરાતના મુખ્યમંત્રી નૂતન વર્ષે ગાંધીનગર- અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છા આપ-લે કરશે...
Top Newsઆપણું ગુજરાત

ગુજરાતના મુખ્યમંત્રી નૂતન વર્ષે ગાંધીનગર- અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છા આપ-લે કરશે…

ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત 2082ના પ્રારંભ દિવસે તારીખ 22 ઓક્ટોબર બુધવારે નાગરિકો સાથે નૂતન વર્ષાભિનંદન શુભેચ્છાઓ નું આદાન પ્રદાન કરશે. જેમાં સીએમ ભુપેન્દ્ર પટેલ સવારે 7.00 કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરીને નૂતન વર્ષનો પ્રારંભ કરશે. ત્યાંથી તેઓ 7.૩૦ વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શન પૂજન માટે જશે.

રાજ ભવન ખાતે રાજ્યપાલને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવશે

મુખ્યમંત્રી ત્યાર બાદ નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્‍ટર ખાતે સવારે 8.00 કલાકે નાગરિકો-પ્રજાજનો સાથે શુભેચ્છાઓની આપ-લે કરશે. ત્યાર બાદ 8.50 કલાકે રાજ ભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવવા જશે.

અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કરશે

જયારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે 10.00 વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કરશે. તેની બાદ
સવારે 10. 30 કલાકે અમદાવાદમાં એનેક્ષી સ્ટેટ ગેસ્ટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ માટે મળશે.

પોલીસ ઓફિસર્સ મેસમાં નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવશે

નૂતન વર્ષ દિવસે બપોરે 11.45 કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં હાજર રહેશે. જેમાં વરિષ્ઠ પોલીસ અફસરો અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવશે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button