આપણું ગુજરાત

New Year 2024:ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ નવ વર્ષની શરૂઆત આ રીતે કરશે, આ કાર્યક્રમોમાં આપશે હાજરી

અમદાવાદ : દેશમાં 2 નવેમ્બર 2024ના રોજ નૂતન વર્ષનો(New Year 2024)પ્રારંભ થશે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત 2081ના પ્રારંભ દિવસે તારીખ 2 નવેમ્બર શનિવારે સવારે 7 વાગ્યે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે. ત્યારબાદ તેઓ 07:30 વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શનપૂજા માટે જશે. મુખ્યમંત્રી ત્યારબાદ નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્‍ટર ખાતે સવારે 8:00 થી 8:45 સુધી નાગરિકો-પ્રજાજનો સાથે નૂતન વર્ષાભિનંદન અને શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરશે.

નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે

સીએમ ભૂપેન્દ્ર પટેલ ત્યારબાદ સવારે 8:50 કલાકે રાજ ભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવવા જશે. જ્યારે સવારે 10:30 થી 11:30 કલાક સુધી અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે.

Also Read – કેન્દ્રીય ગૃહપ્રધાન Amit Shah અમદાવાદમાં વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે, જાણો તેની વિશેષતા

મુખ્યમંત્રી તે પૂર્વે સવારે 10 વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જવાના છે. મુખ્યમંત્રી નૂતન વર્ષ દિવસે બપોરે 11:45 કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા ઉપસ્થિત રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button