આપણું ગુજરાતગાંધીનગર

Rajkot ને 13 ડિસેમ્બરે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રૂ. 793.45 કરોડના વિકાસકામોની ભેટ આપશે

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Gujarat CM Bhupendra Patel) ૧૩ ડિસેમ્બર,2024 શુક્રવારે રાજકોટમાં કુલ ૭૯૩.૪૫ કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહર્ત કરશે. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના (PM Awas Yojana) હેઠળ નિર્મિત ૧૦૧૦ આવાસોની લાભાર્થીઓને ફાળવણી કરવાનો ડ્રો રેસકોર્સ મેદાન ખાતે મુખ્યપ્રધાનના હસ્તે થશે. રાજકોટ મહાપાલિકા દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૧૧૯.૦૫ કરોડના ખર્ચે ટી.પી. ૧૯ (રાજકોટ) એફ.પી.૧૨–એ તથા ૧૨–બી ઉપર રેલનગર વિસ્તારમાં ઇડબ્લ્યુએસ–૨ પ્રકારના ૧૦૧૦ આવાસોની કામગીરી કાર્યરત છે. આવાસ યોજનાઓ ઇન્ટીગ્રેટેડ ઇન્કલુઝીવ પ્રકારની બનાવવામાં આવ્યું છે. જેમાં આવાસોની આંગણવાડી તેમજ શોપિંગ સેન્ટરનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. આવાસનો ડ્રો તા.૧૩ ડિસેમ્બરે મુખ્યપ્રધાનના હસ્તે રેસકોર્ષમાં થશે.

રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ પ્રકલ્પો પૈકી ૫૬૯.૧૯ કરોડના ચાર પ્રકલ્પોના લોકાર્પણ તથા .૨૨૪.૨૬ કરોડના જુદા જુદા ૫૬ પ્રકલ્પોના ખાતમુહર્ત તેમજ રાજકોટ મહાનગરપાલિકાના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણાધિન ૧.૫ બીએચકેના ૧૦૧૦ આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈડ ડ્રો તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના ઇડબ્લ્યુએસ–૨ કેટેગરીના ખાલી ૨૧૦ આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઇડ ડ્રો મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે તા.૧૩ને શુક્રવારના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે રેસકોર્ષ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે થશે.આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો : રણોત્સવ ૨૦૨૪ માં લાઈટ એન્ડ સાઉન્ડ શો માણ્યો પર્યટકોએઃ સમૃતિવન ઝળક્યું…

સદભાવના વૃદ્ધાશ્રમની પણ મુલાકાત લેશે

આ ઉપરાંત સીએમ ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે પીપળીયા ભવન, સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ વડીલો સાથે સીધો સંપર્ક કરી તેમની સમસ્યાઓ અને આવશ્યકતાઓને સાંભળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button