ગુજરાત સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, જાણો કેટલા હજાર બોનસ કર્યું જાહેર...
આપણું ગુજરાત

ગુજરાત સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, જાણો કેટલા હજાર બોનસ કર્યું જાહેર…

ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ-૪ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ-૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો હતો. રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ-૪ના અંદાજે ૧૬,૯૨૧ કર્મચારીઓને લાભ થશે.

રાજ્ય પ્રધાનમંડળ પરના મહેકમ પરના, વિધાનસભા અધ્યક્ષના, દંડકના, નાયબ દંડક અને ઉપદંડક તથા પંચાયત, યુનિવર્સિટી સંલગ્ન કોલેજો, ગ્રાન્ટ ઈન એઈડ શાળા અને કોલેજ તથા જેમને બોર્ડ કોર્પોરેશન દ્વારા બોનસ ચુકવવામાં આવતું નથી તેવા રાજ્ય સરકારના બોર્ડ કોર્પોરેશનમાં ફરજ બજાવતા વર્ગ-૪ના કર્મચારીઓને આનો લાભ મળવાપાત્ર થશે.

મુખ્ય પ્રધાને રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.

આ પણ વાંચો…નવી ઔદ્યોગિક નીતિ: ગુજરાતમાં ઉદ્યોગોએ પ્રોજેક્ટ ખર્ચના બે ટકા રકમ કૌશલ્ય વિકાસ પાછળ ફરજિયાત ખર્ચવી પડશે…

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button