આપણું ગુજરાત

નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતો માટે સારા સમાચાર, 1 મહિનો વહેલું મળશે સિંચાઈનું પાણી…

નર્મદા/અમદાવાદઃ ખેતી માટે પહેલા આવશ્યકતા સિંચાઈ માટેના પાણીની હોય છે. જેથી ખેડૂતો ખેતી માટે આગોતરૂ આયોજન શકે તે માટે નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતો માટે સિંચાઈ માટેનું પાણી એક મહિલોનો વહેલું આપવા માટે ગુજરાત મુખ્ય પ્રધાને નિર્ણય કર્યો છે. સિંચાઈના પાણીની વાત કરવામાં આવે તો તારીખ 15મી મે, 2025થી પાણી આપી દેવામાં આવશે. મોટા ભાગે ખરીફ પાક માટે 15મી જૂન પછી પાણી આપવામાં આવતું હોય છે, પરંતુ આ વખતે ખેડૂતો આગોતરું આયોજન કરીને સારો પાક લઈ શકે તે માટે પિયતનું પાણી વહેલા આપવામાં આવશે.

પાણી વહેલું મળતા ખેડૂતો વહેલા પાક વાવણી કરી શકશે

નોંધનીય છે કે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ધરતીપુત્રો પ્રત્યે સંવેદનશીલતાપૂર્વકનો અભિગમ રાખીને આ વર્ષે નર્મદા કમાન્ડ વિસ્તારમાં તારીખ 15મી જૂનને બદલે 15મી મે એટલે કે 30 દિવસ વહેલું જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી આપવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે ખેડૂતો વહેલા પાક વાવીને પિયત કરી શકશે. આમેય આ વખતે ગરમી વધારે પડવાની છે એટલે એટલા માટે વહેલી તકે ખરીફ પાકની વાવણી કરવામાં આવે તે આવશ્યક છે. મહત્વની વાત એ પણ છે કે, ઉનાળો હોવાથી પાકને વધારે પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. જેથી પાણી વહેલું આપવામાં આવતા ખેડૂતો પહેલા ખરીફ પાકનું વાવેતર કરી શકશે.

કપાસ જેવા પાકોનું વાવેતર કરવા આગોતરૂં આયોજન કરી શકાશે
મુખ્ય પ્રધાનનો આ નિર્ણય ખેડૂતો માટે હિતકારી રહેશે, જેથી ખેડૂતો ખાસ કરીને કપાસ જેવા પાકોનું આગોતરૂં આયોજન કરી શકશે. એટલું જ નહીં, ઉત્પાદન વધારવા માટે આગોતરી વાવણી પણ કરી શકશે. આંકડાની વાત કરવામાં આવે તો સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારના આશરે 13 લાખ ધરતીપુત્રોને સિંચાઈ સુવિધાનો સીધો લાભ મળશે. ખેડૂતોને લાભ મળશે તો સ્વાભાવિક છે કે, ખેતી સાથે સંકળાયેલા અન્ય લોકોને પણ તેનો લાભ થવાનો છે. કારણ કે, જો પાક વહેલો વાવવામાં આવશે તો બજારમાં પણ વહેલો જ આવશે. જેથી ખેડૂતનો બજાર કિંમત પણ સારી મળશે. મુખ્ય પ્રધાનના આ નિર્ણયના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button