ગુજરાતમાં ધો.10-1ર બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ: 16 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં ધો.10-12 ની પરીક્ષાનો 11મી માર્ચથી પ્રારંભ થઇ રહ્યો છે. રાજયના 16 લાખથી વધુ પરીક્ષાર્થીઓ ધો.10-12ની પરીક્ષા આપવા ઉત્સુક છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10-12ની પરીક્ષા ન્યાયીક માહોલમાં યોજાય તે માટે સુચા આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ દ્વારા રાજયકક્ષા તેમજ જિલ્લા મથકોએ તૈયારીઓ પુર્ણ કરવામાં આવી છે. ધો. 10 અને ધો.12ની પરીક્ષા 11મી માર્ચથી 22મી માર્ચ દરમિયાન લેવાશે. જેમાં રાજયમાં ધો. 10ના 9 લાખ 17 હજાર 687 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જયારે ધો. 12 વિજ્ઞાનપ્રવાહ અને ધો.12 સામાન્ય પ્રવાહમાં કુલ 6 લાખ 21 હજાર પરીક્ષાર્થી તેમની કારકિર્દીની કસોટી આપનાર છે. ધો. 10માં 9,17,687, ધો. 12 વિજ્ઞાનપ્રવાહમાં 1,32,073 તેમજ ધો.12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જયારે ધો. 12 વિજ્ઞાન પ્રવાહના છાત્રો માટે ઇજનેરી કોર્ષ માટે લેવાતી ગુજકેટની પરીક્ષા 31મી માર્ચે લેવાશે.
રાજયમાં ગુજકેટની પરીક્ષામાં કુલ 1,37,700 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધો.10ની પરીક્ષા સમગ્ર રાજયના 981 કેન્દ્રો, ધો. 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાનપ્રવાહની પરીક્ષા 653 કેન્દ્રોમાં લેવાશે. ગુજરાતના તમામ પરીક્ષા કેન્દ્રો સી.સી.ટી.વી. કેમેરા હેઠળ છે. ધો.10-12ની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચે તે માટે એસ.ટી. દ્વારા વિશેષ રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉ