આપણું ગુજરાત

ઉપલેટામાં કોલેરાથી વધુ એક બાળકનું મોતઃ સંખ્યા પાંચ પર પહોંચી

રાજકોટઃ જિલ્લાના ઉપલેટામાં (One more child died in Gujarat) ગયા શનિવારે કોલેરાથી ચાર બાળકનાં મૃત્યુ નીપજ્યાં હતા. દરમિયાન બે બાળકમાં ઝાડા-ઊલટીનાં લક્ષણો જણાતાં તેનાં સેમ્પલ લઈને જામનગર મેડિકલ કોલેજ ખાતે ટેસ્ટિંગ કરાવાયું હતું. જેમાં બન્ને કેસ પોઝિટિવ આવ્યા હતા, જેમાંથી એક બાળકનું મૃત્યુ નીપજ્યાનું જિલ્લા આરોગ્યતંત્રએ જણાવ્યું છે. વધુ એક બાળકનું મોત થતા કોલેરાને કારણે બાળકોનો મૃત્યુઆંક પાંચ પર પહોંચી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ રોગચાળાના સમાચારો બાદ સીએચઓ, આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, મેલ અને ફીમેલ હેલ્થવર્કર, આશાવર્કર, આરોગ્ય કેન્દ્રના મેલ અને ફીમેલ સુપરવાઈઝરો, તાલુકા હેલ્થ ઓફિસર, તાલુકા હેલ્થના બન્ને સુપરવાઈઝર વગેરે કુલ 10 કર્મચારીને શો-કોઝ નોટિસ અપવામાં આવી હતી.

આ અગે જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલા ઔદ્યોગિક વિસ્તારોમાં 16મી જૂનથી ઝાડા-ઊલટી સહિતના કેસ મોટા પ્રમાણમાં જોવા મળ્યા હતા. સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કુલ છ જેટલા ગામોના 25,000 લોકોના સ્ક્રિનિંગ પણ કરાવવામાં આવ્યું છે. ઉપલેટા વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમો દ્વારા જે જળસ્ત્રોતોનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે. કલેક્ટર વિભાગ દ્વારા છ જેટલા કારખાના હાલ સિલ કરવામાં આવ્યા છે. કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા કૂવાના પાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો. જ્યારે કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા બોરના પાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો. તણસવા અને ગણોદ વિસ્તારમાં 11 જેટલા પ્લાસ્ટિક રિસાયક્લિંગના કારખાના આવેલા છે. જેમાં મોટાભાગના પરપ્રાંતીય મજૂરો પોતાના પરિવાર સાથે રહીને કામકાજ કરે છે. 24 કલાક ડોક્ટર સહિત આરોગ્યની ટીમ આ વિસ્તારમાં ખડેપગે રાખવામાં આવી છે. ઝિંક અને ORSની દવાઓ પણ આપવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉપલેટાનાં ગણોદ અને તાણસવા ગામ નજીક આવેલા કારખાનામાં કામ કરતા મજૂરોના કાર્તિક, કવિતા, સેજલી, બંસી નામનાં ચાર બાળકનાં પાંચ દિવસ પહેલાં કોલેરાથી મોત થયાં હતાં. થોડા દિવસ પહેલાં જ બાળકોની તબિયત બગડી હતી. એ બાદ આ બાળકોને સારવારમાં અલગ-અલગ જગ્યા પર ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં સારવાર દરમિયાન બાળકોનાં મોત નીપજતાં પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાતના આણંદ શહેરને પણ કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો