ગુજરાતના મુખ્ય પ્રધાને જાપાનની બૂલેટ ટ્રેનની સફર માણી
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જાપાન પ્રવાસના બીજા દિવસનો પ્રારંભ બૂલેટ ટ્રેનની સફરથી કર્યો હતો.
મુખ્ય પ્રધાન અને ગુજરાત ડેલિગેશન સોમવારે સવારે બુલેટ ટ્રેન મારફતે યોકોહામા પહોંચ્યું હતું અને પ્રસિદ્ધ શેન્કેઈન ગાર્ડનની મુલાકાત લીધી હતી. તેમણે જાપાનની ટ્રેડિશનલ ટી-ચાનો પણ આસ્વાદ માણ્યો હતો અને શેન્કેઈન ગાર્ડનનું સૌંદર્ય નિહાળ્યું હતું.
મુખ્ય પ્રધાને ટોકિયોના ગવર્નર સુશ્રી કોઈકે યુરિકો સાથે બેઠક યોજી હતી અને વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૦૭માં ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન તરીકે જાપાનની પ્રથમ મુલાકાત લીધી હતી તેનાં સંસ્મરણો યાદ કર્યાં હતાં.
ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીની આ મુલાકાતને પરિણામે ગુજરાત-જાપાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ સુદૃઢ બન્યા છે.
તેમણે ૨૦૧૭માં જાપાનના દિવંગત પ્રધાનમંત્રી શિન્ઝો આબેની ગુજરાત મુલાકાત અને અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ-બુલેટ ટ્રેનનો વડા પ્રધાન નરેન્દ્રભાઈ સાથે શિલાન્યાસ કર્યો હતો, તેની પણ યાદ તાજી કરી હતી.
તેમણે કહ્યું કે, આ યુ-૨૦માં જે છ પ્રાયોરિટી સેક્ટર્સ-નિર્ધારિત કરવામાં આવ્યા હતા, તે માટે પણ ટોકિયો ગવર્નરે માર્ગદર્શન આપ્યું હતું.
ભૂપેન્દ્ર પટેલે વડા પ્રધાનશ્રીના દિશાદર્શનમાં ગુજરાતના શહેરોના આધુનિક ટૅકનોલૉજીયુક્ત સ્માર્ટ ડેવલપમેન્ટની ભૂમિકા આપી
હતી.
અમદાવાદ વેલ ડેવલપમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ભારતમાં મહત્ત્વપૂર્ણ આર્થિક અને ઔદ્યોગિક હબ બની રહ્યું છે. જાપાન-ભારત અને ગુજરાત વચ્ચેના વ્યાપારિક સંબંધોને પરિણામે ગુજરાતમાં ૩૫૦થી વધુ જાપાનીઝ કંપનીઓ કાર્યરત છે, તેની પણ વિગતો આપી હતી. ઉ