આપણું ગુજરાત

ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે રાષ્ટ્રપતિને આપી આ સ્પેશિયલ ગિફ્ટ…

ગાંધીનગરઃ આજથી ગુજરાતમાં શરૂ થયેલાં ચોમાસુ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ઈ-વિધાનસભાનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે વિશેષ ભેટ આપીને રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિ મૂર્મુએ ભાષણની શરૂઆતમાં જ સીએમ ભુપેન્દ્ર પટેલને બે વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં શુભેચ્છાઓ પાઠવી હતી.
ગુજરાત આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુનું સ્વાગત ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલે કર્યું હતું અને એ સમયે તેમને બનાસકાંઠાની બહેનો દ્વારા હાથથી વણેલી સાડી ભેટ તરીકે આપવામાં આવી હતી. આ ઉપરાંત વિધાનસભાના અધ્યક્ષે પણ સાલ અને ઐતિહાસિક ફોટોફ્રેમ આપીને તેમનું સ્વાગત કર્યું હતું.


બુધવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ગુજરાત વિધાનસભામાં “વન નેશન, વન એપ્લિકેશન”ની સંકલ્પનાને વાસ્તવિકતામાં સાકાર કરતી નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન (NeVA) પ્રોજેક્ટ હેઠળ ડિજિટલ હાઉસનું ઉદ્‌ઘાટન પણ કર્યું હતું.


”આજનો દિવસ ગુજરાત વિધાનસભા માટે ખૂબ જ મહત્ત્વનો અને ગૌરવશાળી દિવસ હતો, કારણ કે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા આજે ઇ વિધાનસભાનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. અગાઉથી જ આ અંગે અધ્યક્ષ દ્વારા રાષ્ટ્રપતિના સન્માન કરવા માટે કોંગ્રેસ અને આપના એમએલએને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, પરંતુ એમએલએ દ્વારા આ સ્વાગત આમંત્રણનો અસ્વીકાર કરીને ગુજરાતના ગૌરવનું ખંડન કર્યું હોવાનો,” આક્ષેપ પણ ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે.


તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે, કોંગ્રેસની આ કાયમની પરંપરા છે કે ગુજરાતનું ગૌરવમાં કે મહત્ત્વમાં વધારો થઈ રહ્યો હોય તો તેમાં કોઈને કોઈ રીતે અવરોધો ઊભા કરવા કે અડચણો નાખવી. ભૂતકાળમાં પણ કોંગ્રેસ આવું કરી ચૂક્યું છે અને તેમની આ ભૂલોની પરંપરામાં આજે એક ભૂલનો ઉમેરો થયો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…