ગુજરાતમાં Chandipura Virus ના કુલ કેસની સંખ્યા 127, 48 બાળકોના મોત
અમદાવાદઃ ગુજરાતમાં ચાંદીપુરાના કેસમાં(Chandipura Virus)વધારો થઈ રહ્યો છે. રાજ્યમ છેલ્લા 24 કલાકમાં ચાંદીપુરા વાયરસના ત્રણ શંકાસ્પદ કેસ નોંધાતા અત્યાર સુધી કુલ 127 કેસો નોંધાયા છે. આ શંકાસ્પદ પૈકી 39 કેસો હાલ પોઝિટિવ છે. જ્યારે રાજ્યમાં ચાંદીપુરાના કારણે 48 બાળકોના મોત નીપજ્યા છે. ચાંદીપુરા વાયરસથી 42 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યમાં અત્યાર સુધી 27 દર્દીઓ સાજા થયા છે.
રાજ્યમાં ચાંદીપુરાના કુલ 127 શંકાસ્પદ કેસ
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ગુજરાતના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 127 શંકાસ્પદ કેસ છે. જે પૈકી સાબરકાંઠા-12, અરવલ્લી-સાત, મહીસાગર-બે, ખેડા-છ, મહેસાણા-સાત, રાજકોટ-પાંચ, સુરેન્દ્રનગર-પાંચ, અમદાવાદ કોર્પેરેશન-12, ગાંધીનગર-છ, પંચમહાલ-15, જામનગર-છ, મોરબી-પાંચ, ગાંધીનગર કોર્પોરેશન-ત્રણ, છોટા ઉદેપુર-બે, દાહોદ-ત્રણ, વડોદરા-છ, નર્મદા-બે, બનાસકાંઠા-પાંચ, વડોદરા કોર્પોરેશન-બે, ભાવનગર, દેવભૂમિ દ્વારકા-એક, રાજકોટ કોર્પોરેશન-ચાર, કચ્છ-બે, સુરત કોર્પોરેશન-બે, ભરૂચ-ત્રણ, અમદાવાદ-એક તેમજ જામનગર કોર્પોરેશનમાં એક શંકાસ્પદ કેસ નોંધાયા છે.
વાયરલ એન્કેફેલાઇટીસના 127 કેસો પૈકી કુલ-39 કેસ પોઝીટીવ
જેમાં સાબરકાંઠા-છ, અરવલ્લી-ત્રણ, મહીસાગર-એક, ખેડા-ત્રણ, મહેસાણા-ચાર, રાજકોટ, સુરેન્દ્રનગર-એક-એક, અમદાવાદ કોર્પોરેશન-ત્રણ, ગાંધીનગર-એક, પંચમહાલ-છ, જામનગર-એક, મોરબી-એક, દાહોદ-બે, વડોદરા-એક, બનાસકાંઠા-એક, દેવભૂમિ દ્વારકા-એક, રાજકોટ કોર્પોરેશન-એક કચ્છ-એક, તેમજ સુરત કોર્પોરેશન-એક સહિત ચાંદીપુરા કુલ-39 કેસ પોઝીટીવ મળ્યા છે.
| Also Read: ગુજરાતમાં Chandipura Virus થી 44 દર્દીઓના મોત, 124 શંકાસ્પદ દર્દી નોંધાયા
રાજસ્થાનના કુલ-છ કેસો
રાજ્યમાં રાજસ્થાનના કુલ-છ કેસો જેમાં-ચાર દર્દી દાખલ છે તેમજ-બે દર્દીના મોત થયા છે. તથા મધ્ય પ્રદેશનાં-ચાર કેસો જેમાં-ત્રણ દર્દી દાખલ છે તેમજ-એક દર્દીના મોત થયા છે. તેમજ મહારાષ્ટ્રનો-એક કેસ જેમાં એક દર્દી દાખલ છે.
રાજ્યમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કામગીરી ઝડપી કરાઈ
આરોગ્યની ટીમ દ્વારા પોઝીટીવ અને શંકાસ્પદ મળેલ દર્દીના ઘર અને આસપાસનાં વિસ્તારના ઘરો મળીને કુલ 42,637 ઘરોમાં સર્વિલન્સની કામગીરી કરવામાં આવી છે. રાજ્ય માં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કુલ 5,45,627 કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કામગીરી કરવામાં આવી છે. કુલ 1,14,324 કાચા ઘરોમાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે. કુલ 22,730 શાળામાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ 2,996 શાળામાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવી છે. કુલ 25,341 આંગડવાડીમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ 2,950 આંગડવાડીમાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવી છે.