આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Teacher’s Day: ગુજરાતમાં શિક્ષકોની અછત વચ્ચે શિક્ષક દિવસની ઉજવણી

અમદાવાદઃ આજે શિક્ષક દિવસ છે, દર વર્ષે ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતની પ્રાથમિક શાળાઓથી માંડીને કોલેજ સુધી 1900 જેટલી જગ્યાઓ ખાલી પડી છે. જેમાં પ્રાથમિક શાળાઓમાં 1309, હાઇસ્કૂલોમાં 416, યુનિવર્સિટી કોલેજોમાં 117 અને ભવનોમાં 43 અધ્યાપકોની જગ્યા ખાલી પડી છે અને આગામી સમયમાં નિવૃત્તિના કારણે ખાલી જગ્યાઓમાં વધારો થવાને પણ શક્યાતા છે.

જિલ્લા અને તાલુકા કક્ષાના ચાર શ્રેષ્ઠ શિક્ષકોનું બહુમાન થશે:
ગુજરાતમાં શિક્ષક દિનની ઉજવણી અંતર્ગત 28 જેટલા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકેના રાજ્ય પુરસ્કાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે અમદાવાદના ટાગોર હોલ ખાતે આપવામાં આવશે. ધારૂકા કે.વ. શાળા ઉમરાળાના પરેશભાઈ શંભભાઈ મેરની જિલ્લા કક્ષાએ તથા તાલુકા કક્ષાએ પાલીતાણાની જાળીયા કે.વ. શાળાના જીનેશ વલ્લભભાઈ ચૌહાણ ,જમણવાવ પ્રા. શાળાના સ્નેહલબેન હરીશકુમાર ત્રિવેદી અને ઉમરાળાની રામણકા કેન્દ્રવર્તી શાળાના જીતેન્દ્રકુમાર તળશીભાઈ પટેલની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે.

5મી સપ્ટેમ્બર 1888ના રોજ સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ:
ભારતના બીજા રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ 5મી સપ્ટેમ્બર 1888ના રોજ મદ્રાસના તિરૂતુનિ શહેરમાં થયો હતો. તેઓના વિચાર મુજબ શિક્ષણને પરિપૂર્ણ બનવા માટે તેણે માનવીય બનવું જ જોઇએ. તેમાં ફક્ત બૈધિક તાલીમ જ નહીં હૃદયશુદ્ધિ અને આત્મશિસ્તનો પણ સમાવેશ કરવો જોઇએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button