ગુજરાતમાં પેપર ફૂટવાની વધુ એક ઘટના: ડેપ્યુટી સેન્ટર સુપ્રિ.ની કારમાથી મળ્યા રોકડા 7 લાખ
ગુજરાતમાં લાગલગાટ પેપર ફૂટવાની ઘટનાનો સિલસિલો યથાવત છે. વર્ષોથી જે સ્પ્ર્ધાટંક પરીક્ષા માટે વિધાર્થીઓ મહેનત કરે છે તેઓની મહેનત પર પેપર ફૂટતા જ જાણે નસીબ ફૂટયાની અનુભૂતિ થાય છે. આવી જ એક પેપર ફૂટવાની ઘટના પંચમહાલ જિલ્લામાં સામે આવી. NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. પરિક્ષાર્થી વિધાર્થીઓ પાસેથી 10 -10 લાખ લઈને ચોરી કરાવતા હતા. ચોરી કરવવાની આ ઘટનામાં જિલ્લા કલેક્ટરની ચકોર દૃષ્ટિના કારણે સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું
ગુજરાતના યુવા નેતા કેટલાય પેપર લીક થયાની ઘટનાને સૌ પહેલા ઉજાગર કરનારા યુવરાજસિંહ જાડેજાએ પેપર ફૂટવાની ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે અને આ ફક્ત ચીટિંગ ની ઘટના નથી, આ મહેનતુ વિદ્યાર્થીઓ નાં ભવિષ્ય સાથે થતી ગંભીર પેપરલિકેજ ની ઘટના છે. આ ઉપર નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં નહિ આવે તો અમે આરોગ્ય મંત્રી નાં ઘરનો ઘેરાવો કરવો પડે કે વિધાનસભાનો, અમે જરા પણ પાછી પાની નહિ કરીએ. ભૂતકાળ ની પરીક્ષા માં થયેલ ગેરરીતિ, ભ્રષ્ટાચાર કે કૌભાંડ માં બોધપાઠ લીધો હોત કે એક્શન લીધા હોત તો આ ઘટના ન બની હોત.
ભૂતકાળ માં કોઈ એક્શન લેવામાં ન આવ્યા એટલે આવી ઘટનાઓ છાસવારે બને છે. યુવરાજસિંહે એવી પણ માગણી કરી હતી કે, હજુ પણ સમય છે ગેરરીતિ કરનાર ઉપર કડક અને નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવે.
પંચમહાલના ગોધરામાં NEETની પરિક્ષામાં વ્યાપક રીતે ચોરી કરાવવાનું કૌભાંડ સામે આવતા ચકચાર મચી ગઈ. આ પરીક્ષામાં 6 વિદ્યાર્થીઓ પાસેથી 10-10 લાખ લઈ ચોરી કરાવવાનું થ્રાવાયું હતું. જિલ્લા કલેકટરની સતર્કતાથી ઝડપાએલા કૌભાંડ દરમિયાન પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડેન્ટની કારમાંથી સાત લાખ રોકડ પણ મળી આવ્યા છે.
મસમોટા ચોરી કૌભાંડમાં હવે ત્રણ જણા સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર કૌભાંડમાં ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડેન્ટની વોટ્સએપ ચેટ સામે આવી જે બાદ પોલીસે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી છે. જય જલારામ શાળાના શિક્ષક તુષાર ભટ્ટ , વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા નામના વ્યક્તિ સામે નોંધાઈ ફરિયાદ નોંધાઈ છે.