આપણું ગુજરાત

ગુજરાતમાં એપ્રિલ મહિનામાં હૃદય રોગને લગતી ઈમરજન્‍સીમાં 18 ટકાનો વધારો થયો…

અમદાવાદઃ ઉનાળાની સિઝન વચ્‍ચે ગુજરાતમાં એપ્રિલ મહિનામાં હૃદય રોગને લગતી ઈમરજન્‍સીમાં 18 ટકાનો વધારો થયો છે. પહેલીથી ૨૧મી એપિલ એમ છેલ્લા 21 દિવસમાં ગુજરાતમાં 5,073 કોલ્‍સ 108 એમ્‍બ્‍યુલન્‍સમાં નોંધાયા છે. ગત વર્ષે આ જ સમય ગાળામાં 4,159 કેસ આવ્‍યા હતા. એકંદરે અત્યારે 241 જેટલી રોજની ઈમરજન્‍સી આવી રહી છે. બીજી તરફ વર્ષ 2023-24ની સરખામણીએ ગુજરાતમાં વર્ષ 2024-25માં 19.81 ટકા કાર્ડિયાક ઈમરજન્‍સી વધી છે. ગત વર્ષે 75,390 કોલ્‍સ હતા, જે આ વખતે વપીને 88,095 કોલ્‍સ આવ્‍યા છે, એકદંરે વર્ષ દરમિયાન 241થી 242 રોજની ઈમરજન્‍સી છે.

પોરબંદરમાં 24.49 ટકા હદય રોગની ઈમરજન્‍સી વધી
ગુજરાતમાં ડાંગ જિલ્લામાં એક વર્ષમાં 27.98 ટકા ઈમરજન્‍સી વધી છે. ગત વર્ષે 383 કેસ હતા, જે આ વખતે વધીને 489 થયા છે. તાપીમાં 26 ટકા કેસ વધ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આકંડાની વાત કરવામાં આવે તો, 1319 કેસની સામે આ વખતે 1004 કેસ આવ્‍યા છે. પોરબંદરમાં 24.49 ટકા હદય રોગની ઈમરજન્‍સી વધી છે. 1323 કોલ્‍સની સામે આ વખતે 1947 કેસ છે. અમદાવાદની વાત કરવામાં આવે તો, 17.32 ટકા કેસમાં વધારો જોવાયો છે. ગત વર્ષે 22,038 કેસ હતા, જે આ વખતે વધીને 25,855 નવા કેસ નોંધાયા છે.

સુરતમાં ઈમરજન્‍સી કોલમાં 23.75 ટકાનો વધારો થયો
રાજકોટમાં 10.32 ટકાનો વધારો છે. ગત વર્ષે 5119 કેસ હતા, જે વધીને 5944 આવ્‍યા છે. સુરતમાં 23.75 ટકાનો વધારો છે. 5780 કેસની સામે આ વર્ષે 7153 દર્દીઓને હ્રદય રોગની તકલીફ થતાં ઈમરજન્સીમાં સારવાર માટે હોસ્‍પિટલે ખસેડવા આવ્યાં હતાં. વડોદરાની વાત કરવામાં આવે તો, 19.44 ટકાનો વધારા સાથે 4571 ઈમરજન્‍સી છે. જે ગત વર્ષે 3,827 કેસ હતા. તબીબોના કહેવા પ્રમાણે તણાવ, જંકફડ, દારૂ સહિતની કુટેવો, અનિયમિત જીવનશૈલીના કારણે લોકો બીમાર પડી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button