ગુજરાતમાં તમામ પ્રધાનોના રાજીનામા લેવાયા, મુખ્ય પ્રધાન રાજ્યપાલને સોંપશે | મુંબઈ સમાચાર
Top Newsઆપણું ગુજરાત

ગુજરાતમાં તમામ પ્રધાનોના રાજીનામા લેવાયા, મુખ્ય પ્રધાન રાજ્યપાલને સોંપશે

ગાંધીનગરઃ રાજ્યમાં આવતીકાલે પ્રધાનમંડળનું વિસ્તરણ થશે. આ પહેલા આજે મુખ્ય પ્રધાનના નિવાસસ્તાને બેઠક મળી હતી. જેમાં તેમણે હાઈ કમાન્ડના નિર્ણયની માહિતી આપી હતી. મુખ્ય પ્રધાન સિવાયના તમામ પ્રધાનોના રાજીનામા લેવામાં આવ્યા હતા.

ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અને સહકાર પ્રધાન જગદીશ પંચાલે રાજીનામું સોંપવાની સાથે અનોખી પહેલ કરી હતી. તેમણે ઓફિસ ખાલી કરી હતી અને ગાડી પર સોંપી હતી. જે પ્રધાનોને પડતા મૂકવાના છે એમના જ રાજીનામાં સી એમ મોડી રાત્રે રાજ્યપાલને સુપરત કરશે. ઉપરાંત નવા પ્રધાનોના નામ સાથેની યાદી પણ રાજ્યપાલને સોંપવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતમાં પ્રધાનમંડળ વિસ્તરણ પહેલા ભાજપને મોટો ફટકો, આ નેતા સમર્થકો સાથે કૉંગ્રેસમાં થયા સામેલ

મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના વિસ્તરણમાં પદનામિત પ્રધાનોની શપથ વિધિ શુક્રવાર, તા .17 ઓક્ટોબરે સવારે 11.30 કલાકે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રાજ્ય પ્રધાનમંડળના આ વિસ્તરણમાં સમાવિષ્ટ થનારા પદનામિત પ્રધાનોને હોદ્દો અને ગોપનીયતાના શપથ લેવરાવશે.

ત્રો મુજબ, નવા પ્રધાન મંડળમાં કુલ 23 પ્રધાનોને સ્થાન મળી શકે છે. મુખ્ય પ્રધાન દ્વારા પ્રધાનમંડળમાં અનુભવની સાથે યુવા અને મહિલા ધારાસભ્યોને વિશેષ મહત્ત્વ આપવામાં આવે તેવી સંભાવના છે. પ્રધાનમંડળમાં તમામ જાતિઓ અને પ્રદેશોને સંતુલિત પ્રતિનિધિત્વ આપવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, પાટીદાર સમાજમાં 4 લેઉવા પટેલ અને 2 કડવા પટેલ સહિત કુલ 6 પાટીદાર ચહેરાને સ્થાન મળી શકે છે. અન્ય પછાત વર્ગ 4 ઠાકોર-કોળી સમાજના ધારાસભ્યોને પ્રધાન પદ મળી શકે છે. 2 અનુસૂચિત જાતિ, અને 2 અનુસૂચિત જનજાતિ ચહેરાઓને પ્રધાનમંડળમાં સમાવવામાં આવી શકે છે. 2 બ્રાહ્મણ અને 2 ક્ષત્રિય ચહેરાઓને પણ પ્રધાન પદની તક મળી શકે છે. આ ઉપરાંત યુવા અને અનુભવી મહિલા ધારાસભ્યોને મહત્વ આપતાં 4 જેટલા મહિલા ધારાસભ્યો પણ પ્રધાન બની શકે છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button