ગુજરાતના નવા પ્રધાનમંડળમાં ખાતાની ફાળવણી: કોને કયો વિભાગ મળ્યો?

ગાંધીનગર: ગુજરાતના નવનિયુક્ત પ્રધાન મંડળના સભ્યોને આજે ખાતાની ફાળવણી કરવામાં આવી છે. આ ફાળવણીમાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીને તેમનું મહત્ત્વનું ગૃહ વિભાગ યથાવત રાખવામાં આવ્યું છે. ભુપેન્દ્ર પટેલ પાસે સામાન્ય વહીવટ, વહીવટી સુધારા અને તાલીમ, આયોજન, બિન-નિવાસી ગુજરાતીઓ વિભાગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, રસ્તાઓ અને મકાનો અને મૂડી પ્રોજેક્ટ્સ, નર્મદા, કલ્પસર, ખાણ અને ખનિજો, બંદરો, માહિતી અને પ્રસારણ, બધી નીતિઓ અને અન્ય પ્રધાનોને ફાળવવામાં ન આવેલા બધા વિષયો રહ્યા છે. રમેશ કટારાને કૃષિ, સહકાર અને પશુપાલન વિભાગ, નરેશ પટેલને આદિજાતી વિકાસ વિભાગ, કૌશિક વેકરિયાને ન્યાય અને કાયદો (રાજ્ય કક્ષા)ની જવાબદારી સોંપાઈ છે. અન્ય વરિષ્ઠ પ્રધાનો પૈકી ઋષિકેશ પટેલને ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગની જવાબદારી સોંપાઈ છે.
આ પણ વાંચો : ગુજરાત પ્રધાનમંડળમાં ફેરફાર: 10ને કેમ પડતા મૂકવામાં આવ્યા, 6 કેમ ટકી ગયા?
તે સિવાયના નવા પ્રધાનોની વાત કરીએ તો, ડૉ. પ્રદ્યુમન વાજાને સામાજિક ન્યાય અને સશક્તિકરણ, પ્રાથમિક, માધ્યમિક અને પુખ્ત શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, રમણભાઈ સોલંકીને ખોરાક, નાગરિક પુરવઠો અને ગ્રાહક બાબતો, ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલને જળ સંસાધન, પાણી પુરવઠો (સ્વતંત્ર હવાલો), કાંતિલાલ અમૃતિયાને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પ્રવિણકુમાર માળી જંગલો અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન, પરિવહન, જયરામભાઈ ગામીતને રમતગમત અને યુવા સેવાઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંગઠનોનું સંકલન, ઉદ્યોગો, મીઠા ઉદ્યોગો, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, છાપકામ અને લેખનસામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડયન, કમલેશભાઈ પટેલને નાણા, પોલીસ આવાસ, જેલ, સરહદ સુરક્ષા,પુનમચંદ બરંડાને આદિજાતિ વિકાસ, ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો, રીવાબા જાડેજાને પ્રાથમિક, માધ્યમિક અને પુખ્ત શિક્ષણની જવાબદારી સોંપવામાં આવી છે.
આ પણ વાંચો : પ્રધાનમંડળમાં સૌરાષ્ટ્રનો દબદબો, પણ દાદાની નવી ટીમમાં રાજકોટ થયું સાઇડલાઇન
પ્રફુલ પાનસેરિયાને આરોગ્ય વિભાગ, ઇશ્વર પટેલને પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગ અને અર્જુન મોઢવાડિયાને વન અને પર્યાવરણ વિભાગ ફાળવવામાં આવ્યું છે. આ ઉપરાંત, ત્રીકમ છાંગાને ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગ, કાંતિ અમૃતિયાને શ્રમ અને રોજગાર વિભાગ તેમજ દર્શનાબેન વાઘેલાને શહેરી વિકાસ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. સ્વરૂપજી ઠાકોરને ખાદી ઉદ્યોગ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે, કનુ દેસાઈ પાસે નાણા વિભાગ યથાવત રહ્યું છે, જ્યારે તેમને વધારામાં શહેરી વિકાસ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. સંજયસિંહ મહિડાને મહેસુલ અને પંચાયત વિભાગ તેમજ પૂર્વ શિક્ષણ પ્રધાન રહેલા જીતુ વાઘાણીને કૃષિ પશુપાલન મત્સ્ય વિભાગ ફાળવવામાં આવ્યું છે.પરષોત્તમ સોલંકીને મત્સ્યોધોગ વિભાગ, કુંવરજી બાવળીયાને શ્રમ રોજગાર અને ગ્રામ્ય વિકાસ, રમણ સોલંકીને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ તેમજ મનિષા વકિલને મહિલા બાળ વિકાસ અને સામાજીક ન્યાય વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.