આજે ગુજરાત કેબિનેટની બેઠક, ક્યા મહત્વના નિર્ણયો લેવાઈ શકે ?

ગાંધીનગર: આજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળવાની છે. આ કેબિનેટ બેઠકમાં રાજ્યભરમાં ટેકાના ભાવે ચાલી રહેલી ખરીદી, રાહત સહાય અને ખાતરની અછત જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. તે ઉપરાંત રાજયભરમાં યોજાઇ રહેલી એકતા યાત્રાના અને રાજ્ય સરકારની આગામી ચિંતન શિબિર પર ચર્ચા કરવામાં આવશે.
મળતી વિગતો અનુસાર, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળનારી કેબિનેટની બેઠકમાં રાજ્યના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. આજની કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં ટેકાના ભાવે ચાલી રહેલી ખરીદીની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. તેમજ ખેડૂતો માટે જાહેર કરવામાં આવેલા રાહત પેકેજના અમલવારી અંગે પણ ચર્ચા કરવામાં આવે છે. સાથે જ રાજ્યમાં ખાતરની અછતની સમસ્યા પણ ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી રહી છે તેની ચર્ચા પણ આજની કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે.
આ ઉપરાંત અમદાવાદના સંભવિત કોમનવેલ્થ ગેમ્સની જાહેરાત સંદર્ભે ઔપચારિક ચર્ચાની સાથોસાથ આગામી સરકારી અનેક કાર્યક્રમો અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં ચાલુ એકતા યાત્રાના કાર્યક્રમોના આયોજન, અમલીકરણ અને આગામી તબક્કા અંગે પણ સમીક્ષા કરવામાં આવશે.
આ પણ વાંચો…કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ક્યા નેતાએ વીડિયો દ્વારા સરકાર સામે ઠાલવ્યો આક્રોશ?



