Banaskantha: વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ‘પાઘડી’ કોની સચવાશે…!
Vav Assembly By election: બનાસકાંઠાની વાવ વિધાનસભાની બેઠક પર 2022માં (Vav Assembly) ગેનીબેન (geniben thakor) કોંગ્રેસની ટિકિટ પર બેઠક જીત્યા હતાં. ત્યારબાદ કોંગ્રેસે 2024માં ગેનીબેનને લોકસભાની (Lok Sabha Election 2024) ટિકિટ આપી હતી. ગેનીબેન લોકસભાની ચૂંટણી જીતીને સાંસદ તરીકે ચૂંટાતા ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. ગેનીબેન ઠાકોરની વાવ વિધાનસભાની બેઠક ખાલી થતાં હાલ ત્યાં પેટા ચૂંટણી (vav assembly by poll) યોજાઈ રહી છે.
આ પણ વાંચો : વાવ રૂપી ‘માછલીની આંખ વિંધવા’ ભાજપે સોંપી આ ‘અર્જુન’ ને જવાબદારી…
ભાજપ (BJP) અને કોંગ્રેસે (Congress) પોત-પોતાના ઉમેદવારોને મેદાને ઉતારી દીધા છે. ત્યારે બંને તરફથી પૂરજોશમાં પ્રચાર પણ શરૂ થઈ ગયો છે. જોકે, હાલ આ ચૂંટણી પ્રચારમાં મતદાતાઓને રિઝવવા માટે પાઘડીએ પોતાનું ખાસ સ્થાન મેળવ્યું છે. ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે (swarupji thakor) ચૂંટણી પ્રચાર દરમિયાન પાઘડી ઉતારી સમાજને કહ્યું આ પાઘડીની લાજ તમારે રાખવાની છે. વળતા જવાબમાં બનાસકાંઠાના સાંસદ અને કોંગ્રેસ નેતા અને વાવ વિધાનસભા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું કે એવી લાજ રાખજો કે ભાભરની બજારમાં હું કોલર ઊંચો કરીને નીકળી શકું.
આ પણ વાંચો : વાવ ‘ખોદવા’ ભાજપની કવાયદ શરૂ ; એક પ્રભારી 3 નિરીક્ષક નીમી દીધા…
ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે ઉતારી પાઘડી
વાવ વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન સ્વરૂપજી ઠાકોર જાહેર સભામાં લોકોને સંબોધિ રહ્યા હતાં. ત્યારે તેઓએ કહ્યું કે, તમે જે મને પાઘડી પહેરાવી છે, તે પાઘડીની લાજ તમે રાખશો તો 13 તારીખે મતદાન છે, ત્યારે હું તમને કહેવા માંગુ છું કે, આ ચૂંટણી હું નથી લડતો. આ ચૂંટણી સમાજ લડશે. આ ચૂંટણી સમાજના વિકાસ માટે સમાજે ઉપાડવાની છે. આ દરમિયાન સ્વરૂપજી ઠાકોરે પોતાની પાઘડી ઉતારી દીધી હતી. પાઘડી ઉતારી સ્વરૂપજી ઠાકોરે કહ્યું કે, હું પાઘડી ઉતારીને વિનંતી કરૂ છું કે, આ પાઘડીની લાજ તમારે રાખવાની છે.
કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતના સમર્થનમાં ગેનીબેન ઠાકોરે શું કહ્યું
કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂત (gulabsinh rajput) વાવ વિધાનસભાની પેટાચૂંટણી લડવાના છે. ગુલાબસિંહ રાજપૂતના સમર્થનમાં ગેનીબેન ઠાકોર પણ પ્રચાર કરવા મેદાન ઉતર્યા છે. એક જાહેર સભા સંબોધતા ગેનીબેને કહ્યું કે, ગેનીબેન કોલર ઉંચો કરીને ભાભરની બજારમાં નીકળે એવી આ પાઘડીની આબરૂ રાખજો, એવી મારી બે હાથ જોડીને વિનંતી છે. લોકસભા ચૂંટણી વખતે ગેનીબેને મત રૂપી ‘મામેરું’ ભરવાનું કહ્યું હતું અને આ શબ્દ ખૂબ ચર્ચામાં આવ્યો હતો. વાવ પેટા ચૂંટણી માટે 13 નવેમ્બરે મતદાન થશે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે.
આ પણ વાંચો : ગુજરાતની વાવથી કેરળની વાયનાડ સુધી, જાણો કયા રાજ્યોમાં કેટલી બેઠક પર યોજાશે પેટાચૂંટણી